સુરતઃ 'તમે મને રિક્ષા ભાડું આપ્યું નથી, તમે લુખ્ખા છો, તમારું રેકોર્ડિંગ મારી પાસે છે'

News18 Gujarati
Updated: January 28, 2019, 11:38 AM IST
સુરતઃ 'તમે મને રિક્ષા ભાડું આપ્યું નથી, તમે લુખ્ખા છો, તમારું રેકોર્ડિંગ મારી પાસે છે'
પ્રતિકાત્મક તસવીર

સુરત સિંગણપોરના લેડિઝ ગાર્મેન્ટના વેપારીને કોલ કરીને પરેશાન કર્યા બાદ રેકોર્ડિંગના આધારે બ્લેકમેલ કરી દંપતીએ 18 હજાર પડાવી લીધા હતા.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરત

સુરત સિંગણપોરના લેડિઝ ગાર્મેન્ટના વેપારીને કોલ કરીને પરેશાન કર્યા બાદ રેકોર્ડિંગના આધારે બ્લેકમેલ કરી દંપતીએ 18 હજાર પડાવી લીધા હતા. દંપતીએ ફરી નાણાંની માંગ કરતા વેપારીએ પોલીસનું શરણું લેતા ચોકબજાર પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.

સિંગણપોર, કોઝવે રોડ ઉપર શ્યામધામ સોસાયટી ખાતે રહેતા વિપુરભાઇ ભગવાનભાઇ રાદડિયા વરાછામાં લેડિઝ ગાર્મેન્ટની દુકાન ધરાવે છે. ગત તા. 23મીએ વિપુલભાઇ ના ફોન ઉપર અજાણ્યા નંબર પરથી કોઇક યુવતીનો કોલ આવ્યો હતો. કોલ કરનારી યુવતીએ નામ પ્રિયા અન્સારી આપ્યું હતું. અને તે વિપુલભાઇને કોલ કરી અડાજણ મળવા બોલાવતી હતી. જોકે, વિપુલભાઇએ મળવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ વિપુલભાઇ પાસે ફોન પર દુકાનનું સરનામું મેળવી યુવતી તેમની દુકાને આવી હતી.

આ પણ વાંચોઃ-તાપીઃ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરે પ્રેમિકા સાથે અંગત પળો માણી અને પછી...

અહીં કૂર્તીની ખરીદી કરી દુકાનેથી તેણીએ રવાના થઇ ગઇ હતી. ફરીથી તેણીએ વિપુલભાઇને કોર કરીને 'તમે મને રિક્ષા ભાડું આપ્યું નથી, તમે લુખ્ખા છો, તમારું રેકોર્ડિંગ મારી પાસે છે, હું તમને બદનામ કરી નાંખીશ'

આ પણ વાંચોઃ-હસીને નહીં રડીને થાવ ટેન્શન મુક્ત, સુરતમાં ક્રાઇંગ ક્લબઆ રીતે વારંવાર કોલ કરી બદનામ કરવાની ધાક-ધમકી અપાઇ હી. યુવતના નંબર પરથી બાદમાં એક યુવક પણ કોલ કરીને બ્લેકમેઇલ કરતો હતો. બાદમાં સમાધાન પેટે તેઓએ વાપીમાં આંગડિયા મારફતે 18 હજાર મંગાવી લીધા હતા. આ રીતે 18 હજાર પડાવ્યા બાદ વધુ રૂપિયાની માંગણી શરૂ કરતા વિપુલ રાદડિયાએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગેલ આરોપી મો.ઇ. મરાન યાસીન મેમણ અને પ્રિયા અન્સારી તરીકે ખોટું નામ આપનાર ઇમરાનની પત્ની મુબાસીનાની ધરપકડ કરી હતી.
First published: January 28, 2019, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading