સુરતઃ 'અમારી પેઢીને માલ આપો, પેમેન્ટ મહિનામાં જ ટૂંકાવી આપીશ' શાંતી કન્ટ્રક્શનના માલિકે કરી લાખોની છેતરપિંડી


Updated: October 28, 2020, 8:48 PM IST
સુરતઃ 'અમારી પેઢીને માલ આપો, પેમેન્ટ મહિનામાં જ ટૂંકાવી આપીશ' શાંતી કન્ટ્રક્શનના માલિકે કરી લાખોની છેતરપિંડી
ફાઈલ તસવીર

તમે અમારી પેઢીને ટાઈલ્સનો માલ આપો તેનું પેમેન્ટ 30 દિવસમાં ટૂંકવી આપીશ અને મોડુ થાય તો વ્યાજ સહિત નાણા પરત આપવાની બાહેધરી અને વિશ્વાસ આપ્યો હતો.

  • Share this:
સુરતઃ શહેરના ઉધના (Udhana) મગલ્લા રોડ સોસિયો સર્કલ પાસે સોમા કાનજી ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલ ઍટીક પેઢીમાંથી સરકારી સ્કૂલના (Government school) કોન્ટ્રાકટર શાંતી કન્ટ્રકશન (Shanti Construction) માલીકે કુલ 10.40 લાખ રૂપિયાનો સોમાણી સિરામીક લિમીટેડ કંપનીની ટાઈલ્સનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી મકાન ખાલી કરી રફુચક્કર થઈ છેતરપિંડી (Fruad) કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

સુરતના અડાજણ દીપા કોમ્પ્લેક્ષ સિધ્ધાર્થ વીલામાં રહેતા જયંતભાઈ કલ્યાણભાઈ વોરા (ઉ.વ.48) ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે સોમા કાનજી ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં ખાતે ઍટીક પેઢીના નામે ટાઈલ્સનો ધંધો કરે છે. જયંતભાઈ પાસેથી સન 2019માં સરકારના આર. ઍન. બી વિભાગ ( રોડ ઍડ બ્લ્ડિંગ ડીપાર્ટમેન્ટ) અંતર્ગત સરકારી સ્કુલો કે બીજી બિલ્ડિંગો બને છે. જેમાં સોમાણી સીરામીક લીમીટેડ કંપનીની ટાઈલ્સ ફીટ કરવાનો કોન્ટ્રાકટ હોય છે.

આ કંપનીની ટાઈલ્સની ઍન્જસી જયંતભાઈની ઍટીક પેઢી પાસે છે. દરમિયાન ગત ઓક્ટોબર 2019માં શાંતીલાલ કાનજી પટેલ (રહે,.ઓમનગર ડિંડોલી, મૂળ દોડીવાડા (સંખલપુર) જયંતભાઈને મળવા તેમની ઓફિસમાં આવ્યા હતા અને તેમની શાંતી કન્ટ્રકશન પેઢી પાસે સચીન ખાતે સરકારી સ્કુલ બનાવવાનો કોન્ટ્રાકટ છે અને સ્કુલમાં સોમાણી સીરામીક લીમીટેડ કંપનીની ટાઈલ્સો નાંખવાની હોય અને તમારી કંપની પાસે આ કંપનીની ટાઈલ્સની ઍજન્સી છે.

આ પણ વાંચોઃ-સતત બે દિવસના ઘટાડા બાદ Gold-Silverના ભાવમાં ફરી તેજી, જાણો અમદાવાદમાં સોના-ચાંદીના આજના ભાવ

જેથી તમે અમારી પેઢીને ટાઈલ્સનો માલ આપો તેનું પેમેન્ટ 30 દિવસમાં ટૂંકવી આપીશ અને મોડુ થાય તો વ્યાજ સહિત નાણા પરત આપવાની બાહેધરી અને વિશ્વાસ આપી ગતતા. 5મી ઓક્ટોબર 2019ના રોજ કુલ રૂપિયા 11,76,920નો ટાઈલ્સનો માલ ખરીદ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરત: બડાગણેશ મંદિરે જતી આધેડ મહિલાને અજાણ્યા શખ્સે બોચીથી પકડી નીચે પછાડી, પથ્થર વડે માથા ઉપર કર્યો હુમલોઆ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! શ્વાન બાંધવાની સાંકળથી પતિએ પત્નીને આપ્યો ટુંપો, પછી ચપ્પા વડે કરી હત્યા, ઓગસ્ટમાં જ થયા હતા Love મેરેજ

જેમાંથી બચેલ રૂપિયા 1,36,716નો ટાઈલ્સનો માલ પરત આપ્યો હતો જયારે બાકી લેવાના નિકળતા રૂપિયા 10,40,204ની ઉઘરાણી માટે ફોન કરતા શાંતીલાલ ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો જાકે જયંતભાઈને શંકા જતા તેમના ઘરે તપાસ કરવા તેના ઘરને તાળુ લટકેલું હતું અને મોબાઈલ કરતા ફોન બંધ આવતો હતો.જયંતભાઈને ખ્યાલ આવી ગયો કે શાંતીલાલે તેમની સાથે ચીટીંગ કરી છે. જેથી બનાવ અંગે ફરિયાદ આપતા પોલીસે શાંતીલાલ પટેલ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની તપાસ પીઍસઆઈ બી.ઍસ.પરમારકરી રહ્યા છે.
Published by: ankit patel
First published: October 28, 2020, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading