સુરત: 'લોકડાઉનથી કારખાનું બંધ થતા પાયમાલ થયો, બાંકડે બેઠો છું', ભાઈને ફોન કરી કારખાનેદારે દવા પી જીવન ટુંકાવ્યું

News18 Gujarati
Updated: October 30, 2020, 10:22 PM IST
સુરત: 'લોકડાઉનથી કારખાનું બંધ થતા પાયમાલ થયો, બાંકડે બેઠો છું', ભાઈને ફોન કરી કારખાનેદારે દવા પી જીવન ટુંકાવ્યું
પ્રતિકાત્મક તસવીર

એમ્બ્રોડરી કારખાનેદારે આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યાનું દુખ આવી પડ્યું

  • Share this:
સુરત : કોરોના અને લોકડાઉને સુરતમાં વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. આર્થિક સંકડામણમાં આવી ગયેલા આધેડે દવા પી જીવન ટુંકાવી દીધુ છે. સુરતમાં કોરોના મહામારી વચ્ચે સતત આપઘાતની ઘટના સમયે આવી રહી છે તેવામાં આજે કોરોના મહામારીને લઈને માનસિક અને આર્થિક રીતે પાયમાલ થઇ જતા એક એમ્બ્રોડરી કારખાનેદારે આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યાનું દુખ આવી પડ્યું છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગરના વલ્લભીપુરમા હળીયાદના વતની અને હાલમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઈડરીના કામ સાથે સંકળાયેલા પોપટભાઈ ભગવાનભાઈ ગબાણીની કોરોનાને લઈને લોકડાઉનના કારણે ધંધો ઠપ થઈ ગયો હતો. જેને પગલે હવે પરિવારનું ગુજરા ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. પરિવારને રોજ પૈસાની તંગીથી પરેશાન જોઈ હિમ્મત જવાબ આપી ગઈ, અને સતત માનસિક તણાવમાં રહેતા હતા.

આજે સવારે પણ પોપટભાઈ સવારે ઘરેથી નીકળી ગયા હતા અચાનક આવેશમાં આવી જઈને વેડરોડ ગુરુકૃપા કશ્યપ ફાર્મ નજીકમાં મૂકેલા બાંકડા પર બેસીને ઝેરી દવા પીને તેમના ભાઇને ફોન કરી આપઘાત કરવાની વાત કરી. જેથી તેમના ભાઈ હાફળા-ફાંફળા થઈ તુરંત ફોન મુકી ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ, તેઓ ત્યાં પહોંચે તે પહેલા ભાઈ ઢળી પડ્યો હતો. લોકોની મદદથી ભાઈને તુરંત સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન કરુંણ મોત થયું હતું.

આ પણ વાંચોસુરત: Corona 'કાળ' બન્યો, Lockdown બાદ નોકરી ન મળતા મકાન પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત

હોસ્પિટલ અને પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર, કારખનેદાર પોપટભાઈએ મિત્રને કામઅર્થે 11 લાખનું કાપડ આપ્યું હતું. પણ જે કાપડના બદલે નાણાં ન ચૂકવવા મિત્રએ મનાઈ કરી દેતા પગલું ભરી લીધું હતું. નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના જિલ્લાના વલ્લભીપુરના હળિયાદ ગામના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મીકાંત સોસાયટીમાં રહેતા 48 વર્ષીય પોપટભાઈ ભગવાનભાઈ ગાબાણીએ ગુરૂવારે સવારે વેડરોડ પાસે ગુરુકૃપા કશ્યપ ફાર્મ પાસે બાંકડા પર બેસીને અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ પોપટભાઈએ તેમના ભાઇને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોપટભાઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ પોપટભાઈ એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા હતા. લોકડાઉનના કારણે તેમનું કારખાનું બંધ થઇ ગયું હતું. જેથી તેઓ બેકાર થઇ ગયા હતા. પોપટભાઇ તેમના બે મિત્ર જીતુ અને સંદિપ સાથે મળીને એમ્બ્રોઇડરીનો ધંધો કરતા હતા. અગાઉ જીતુએ કામકાજ માટે પોપટભાઇને રૂ. 11 લાખની કિંમત એમ્બ્રોઇડરી વર્ક માટે કાપડ આપ્યું હતું. પરંતુ પોપટભાઇએ કાપડ એમ્બ્રોઇડરી વર્ક કરાવવા માટે અન્ય મિત્ર સંદિપને આપી દીધું હતું. સંદિપે અત્યાર સુધી નહીં કાપડ તૈયાર કરી આપ્યું ન હતું અને તેના રૂપિયા પણ ચૂકવતો ન હતો. બે દિવસ પહેલા પોપટભાઇ અને જીતુભાઇ કતારગામ ચીકુવાડી ખાતે સંદિપના ઘરે જઇ ઉઘરાણી કરી હતી. પરંતુ સંદિપે રૂ. 11 લાખ નહીં ચુકવવા કહ્યું હતું. જેથી પોપટભાઇએ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે લાલગેટ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: October 30, 2020, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading