Home /News /south-gujarat /

Good News! સુરત કોરોનામાં સાજા થનાર દર્દીની સંખ્યા 1 હજારને પાર, હવે સક્રિય કેસ માત્ર - 397

Good News! સુરત કોરોનામાં સાજા થનાર દર્દીની સંખ્યા 1 હજારને પાર, હવે સક્રિય કેસ માત્ર - 397

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં સેન્ટ્રલ ઝોનનો 50 ટકા વિસ્તાર ક્લ્સ્ટરમાંથી મુક્ત, કુલ 13.39 લાખ લોકો હજી હોમ ક્વોરેન્ટાઇન

સુરત : સમગ્ર રાજયમાં કોરોનામાં સારા થઇને ડિસ્ચાર્જ થનાર દરદીઓની સંખ્યામાં સુરત મોખરે છે. સુરતમાં જે પ્રમાણે કેસો સામે આવેલા છે અને સતત વધી રહ્યા છે. તેની વચ્ચે સતત રીકવરી રેટ પણ સૌથી વધુ છે. સુરત શહેરમાં આજે વધુ 28 પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કુલ અત્યાર સુધીના 1491 કેસોમાંથી 66 દર્દીઓના મૃત્યુ થયા છે અને 1013 પોઝિટિવ દર્દીઓ સારા થયા છે. શહેરમાં રીકવરી રેટ 68.6 ટકા થઇ ગયો છે.

કુલ 1491 દરદીઓ પૈકી હાલ 397 સક્રિય કેસો છે. જે પૈકી ઓક્સિજન, બાઇપેપ અને વેન્ટીલેટર પર રહેલા ગંભીર દરદીઓ સંખ્યા 75 જેટલી છે. જેનો મતલબ હાલ સક્રિય 400થી વધુ સક્રિય સક્રિય કેસો પૈકી ૩૨૦ પોઝિટિવ દરદીઓની કંડિશન સારી સ્થિતિમાં છે અને આગામી નજીકના દિવસોમાં આ દરદીઓને પણ ડિસ્ચાર્જ આપવામાં આવશે.

કોવિડ કેર સેન્ટર ખાતે હાલ માઇલ્ડ લક્ષણ ધરાવતા 58 દર્દીઓ દાખલ છે. જેનો પણ સક્રિય દરદીઓની સંખ્યામાં સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં હાલમાં ત્રણ હોસ્પીટલ ખાતે કોરોના પોઝેટીવ દર્દિઓની સારવાર કરવામાં આવી રહીય છે. જેમાં સૌથી વધુ કેસ સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ ખાતે છે, જયાંથી રીકવરી થઇને મોટી સંખ્યામાં દર્દીઓ બહાર નીકળ્યા છે.

આજે પણ સુરતમાં રોજના 35 થી 40 પોઝેટીવ કેસો આવે છે સાથો-સાથ નવા વિસ્તારોમાં પણ એકલ દોકલ કેસ મળી રહ્યા છે. જેથીજ આજે સુરતમાં કલ્સ્ટર પણ 83 છે. પરંતુ જે પ્રમાણે કોરોના પોઝિટીવ દર્દી સારા થઇ રહ્યા છે તે સુરત માટે રાહતની વાત છે.

સુરતમાં સેન્ટ્રલ ઝોનનો 50 ટકા વિસ્તાર ક્લ્સ્ટરમાંથી મુક્ત, કુલ 13.39 લાખ લોકો હજી હોમ ક્વોરેન્ટાઇન

આજે ફરી મનપા તંત્ર દ્વારા કોરોનાના પોઝિટિવ કેસોની હિસ્ટ્રીની સમીક્ષા અને નવા કેસોના ટ્રેન્ડ, ગીચતાને ધ્યાને રાખી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ક્લ્સ્ટર રી-સ્ટ્રક્ચરિંગની કામગીરી હાથ ધરી છે. ગતરોજ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મહિધરપુરા હીરાબજાર અને ટેક્ષ્ટાઇલ માર્કેટ વિસ્તારને ડી-ક્લ્સ્ટર કરાયા હતા.

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કુલ 1 લાખથી વધુ ઘરોમાં રહેતા 4,44,427 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. આજે મનપા દ્વારા જાહેર અગાઉના જાહેરનામામા સુધારા-વધારા કરી કુલ 83 કલ્સ્ટરો કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં 50 ટકાથી વધુ વિસ્તારને ડી-ક્લ્સ્ટર કરવામાં આવ્યું છે. નવા જાહેરનામા મુજબ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 58526 ઘરોમાં રહેતા 2,86,969 લોકોને હવે નવું જાહેરનામું પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું રહેશે.

તદ્ઉપરાંત આજે વધુ 4 વિસ્તારોને ક્લ્સ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વરાછા ઝોન-એ વિસ્તારમાં સંતોષીનગર, 150 ફૂટ રોડ-કરંજ વિસ્તારમાં 1388 ઘરમાં રહેતા 6314 લોકો, લિંબાયત ઝોનમાં ડીંડોલી વિસ્તારમાં સ્થિત શિવદર્શનનગર, ગાયત્રી એ-1, ગાંધીનગર અને શિવનગર વિસ્તારના 630 ઘરોમાં રહેતો 2835 લોકો, કતારગામ ઝોનમાં વેડરોડ વિરામનગર અને શિવછાયા સોસાયટીમાં રહેતા 2661 ઘરોમાં, ડભોલી સુમન પ્રતિક આવાસની પાછળ સુમન કુંજ આવાસના એ થી એફ બિલ્ડિંગ, ગજેરા વિદ્યાલયથી ડભોલી ચારરસ્તા તરફ જતાં રોડ પર સંતોષીકૃપા સોસાયટી તથા વેડરોડ હરિઓમ ડાઇંગ મિલની સામે સ્થિત હરિઓમ સોસાયટીમાં રહેતા કુલ 23595 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલ સુરતમાં કુલ 83 સુધારેલ ક્લ્સ્ટર વિસ્તારોમાં 2,85,780 ઘરોમાં રહેતા કુલ 13,39,408 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona deaths, Surat Coronavirus, Surat coronavirus updates, Surat covid cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन