ચાઇનાના માલના વિરોધ વચ્ચે આ પણ જાણો: સુરતમાં જ ચાઇનીઝ લાઇટનું કરોડો રૂપિયાનું માર્કેટ

ચાઇનાના માલના વિરોધ વચ્ચે આ પણ જાણો: સુરતમાં જ ચાઇનીઝ લાઇટનું કરોડો રૂપિયાનું માર્કેટ
ચાઈના લાઈટ માર્કેટ સુરત

ચાઇનિઝમાં વેરાયટી આવી રહી છે જેમાં ડિસ્કો લાઇટ, ડિઝાઇનર લાઇટ, ભારતમાં આવે છે. ઇન્ડિયન કંપનીઓ દ્વારા આવું નથી બનાવવામાં આવતું, આ માર્કેટ હજારો કરોડની ઉપર માર્કેટ છે.

  • Share this:
સુરત : શહેરમાં જ ચાઇનીઝ પ્રોડકટ મોટા પ્રમાણમાં આવતી હોઇ છે. પરંતુ દિવાળી સમયે સૌથી મોટું માર્કેટ હોય છે, ફેન્સી ડેકોરેટીવ લાઇટનું અત્યાર સુધી જયાં દિવ નું સ્થાન હતુ ત્યા હવે ઇલેક્ટ્રીક ડિઝાઇનિંગ લાઇટોએ સ્થાન લઇ લીધું છે. આ લાઇટોનું માર્કેટ સુરતમાં જ કરોડો રૂપિયાનું છે. આજે ભલે ગમેતે સમસ્યા હોઇ ભારત અને ચીન વચ્ચે પરંતુ કરોડો રૂપિયાની લાઇટો બજારમાં આવી ગઇ છે.

હાલમાં ભારત અને ચાઇના વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે અનેક મોબાઇલ એપ્લીકેશન ચાઇનાની બંધ કરી દેવામાં આવી છે. સાથો-સાથ ચાઇનાની પ્રોડકટના બહિષ્કાર પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ સાચી હકીકત તો એ છે કે, સુરત શહેરમાં ચાઇનાની તમામ પ્રોડકટ બે રોકટોક પણે આવી રહી છે. હાલમાં નવરાત્રી ચાલે છે અને ત્યાર બાદ દિવાળી આવવાની છે. આવા સમયે લાઇટીંગનો સૌથી મોટો વેપાર સુરતમાં થાય છે.



આપણ વાંચો - સુરત: મહિલા Fight, નાણાની લેતી-દેતી મામલે દેરાણી-જેઠાણી વચ્ચે મારામારી

સુરત શહેરમાં અત્યારે કોઇપણ ઇલેકટ્રોનીંગની દુકાનોમાં જે લાઇટો મળે છે ઘરને ડેકોરેશન કરવા માટે તેમાં સૌથી વધુ લાઇટોનો ઉપયોગ કરવામાં આવે છે. એક સમય હતો કે લોકો પોતાના ઘરોની બહાર દિવો સળગાવતા હતા, પરંતુ હવે તેનું સ્થાન ડિઝાઇનિંગ લાઇટો દ્વારા લઇ લેવામાં આવ્યું છે.

સુરતનો ચોંકાવનારો કિસ્સો, Lockdown , દરમિયાન મદદ લેવી પરિવારને ભારી પડી

આ પણ વાંચો - સુરતનો ચોંકાવનારો કિસ્સો, Lockdown , દરમિયાન મદદ લેવી પરિવારને ભારી પડી

હવે મોટા ભાગના લોકોના ઘરોમાં લાઇટો દેખાઇ છે. જેથી તેનું માર્કેટ પણ મોટું થયું છે. ભારતમાં આવી લાઇટો બનાવનારની સંખ્યા ખુબજ ઓછી છે. જેથી તેની ડિમાન્ડ વધતા ચાઇનાથી મોટી સંખ્યામાં લાઇટો ભારતમાં આવે છે. જેમાથી સુરત શહેરમાંજ કરોડો રૂપિયાની લાઇટો વેચાવા માટે આવે છે. સુરત શહેરમાં આજે તમામ ઇલેકટ્રીકની દુકાનોમાં આવી ચાઇનીઝ લાઇટો આરામથી મળી જાય છે.

માતા-પિતા સાવધાન: સુરતમાં 6 વર્ષની બાળકીએ પાણી ઢોળતા મમ્મીએ થપ્પડ મારી, બાળકી ઘર છોડી નાસી

આ પણ વાંચો - માતા-પિતા સાવધાન: સુરતમાં 6 વર્ષની બાળકીએ પાણી ઢોળતા મમ્મીએ થપ્પડ મારી, બાળકી ઘર છોડી નાસી

દુકાન દાર દિનેશે જણાવ્યું હતું કે, ચાઇનિઝમાં વેરાયટી આવી રહી છે ડિસ્કો લાઇટ, ડિઝાઇનર લાઇટ, ભારતમાં આવે છે. ઇન્ડિયન કંપનીઓ દ્વારા આવું નથી બનાવવામાં આવતું, આ માર્કેટ હજારો કરોડની ઉપર માર્કેટ છે. જયારે અન્ય વેપારી ભરત સોલંકિએ પણ જણાવ્યું હતું કે, બજાર ઠંડુ છે પરંતુ સ્ટોક કરેલો છે માલતો ખુબજ આવે છે અને ખુબજ લાઇટો વેચાય છે. હોલસેલ ડિલરો પાસે ખુબજ સ્ટોક છે.
Published by:kiran mehta
First published:October 22, 2020, 17:23 pm

ટૉપ ન્યૂઝ