સુરત: શહેરમાં સાથે નોકરી કરતા યુવક અને યુવતીની આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ (love story) બંધાયો હતો. જોકે યુવક યુવતી લગ્ન કરવા (love marriage) માટે ભાગી ગયા હતા. યુવતીની માતા દ્વારા યુવકની માતાને ઘરે જઈ તેમજ ફોન ઉપર તમે તમારા દીકરાને પ્રેમથી બોલાવી લો તો સારી વાત છે. જો હું શોધવા જઈશ તો તેના ટુકડા કરી દઈશ અને લાશ પણ તમને મળવા નહીં દઉં, મારી રાજકારણમાં અને પોલીસમાં મોટી ઓળખાણ છે. તેવી ધમકી આપનાર સામાજીક કાર્યકર કોમલબેન ત્રિવેદીની સરથાણા પોલીસે (sarthana police station) ધરપકડ કરી છે.
મૂળ ભાવનગરના વતની અને સુરતમાં હાલ સરથાણા જકાતનાકા ડી માર્ટની પાછળ કેશવપાર્ક સોસાયટી ઘર નં.105માં રહેતા 44 વર્ષીય વિધવા મધુબેન તુલશીભાઈ સુતરીયાના ત્રણ પુત્ર અને બે પુત્રી પૈકી મોટો પુત્ર ભાવેશ મોટા વરાછા ખાતે કોસામટ્ટમ ફાઇનાન્સમાં નોકરી કરે છે. ભાવેશે સાથે નોકરી કરતી જાનવી દિનેશભાઇ જસાણી સાથે કામ દરમિયાન આંખ મળી જતા બંનેવ વચ્ચે પ્રેમ સબધ બધો હતો.
જોકે પરિવારમાં લગ્નની વાત કરતા પરિવાર દ્વારા લગ્ન માટે રાજી ન હતા જેને લઈને આ બંને પોતાનો પ્રેમ લગ્ન સુધી લઇ જવા માટે ગત તારીખ 11 જૂનના રોજ બંનેના પરિવારની મરજી વિરૂદ્ધ ભાગી જઈ પ્રેમલગ્ન કર્યા હતા અને ઘરે મેરેજ સર્ટીફીકેટ આવતા તેની માતાને જાણ થઇ હતી. જોકે આ લગ્ન યુવતીની માતાને મંજુર નહિ હોવાને લઈને યુવતીની માતા ભાવનગર ખાતે સામાજિક કાર્યકર્તા હોવાને લઈને 19 જૂનના રોજ યુવકની માતા અગાઉ જ્યાં રહેતા હતા તે સારથી રો હાઉસના ઘર નં.51માં હાજર હતા. ત્યારે બપોરે અઢી વાગ્યાના અરસામાં ભાવનગરના કોમલબેન ત્રિવેદી આવ્યા હતા.
કોમલબેને ભાવેશ ક્યાં છે પૂછતાં મધુબેને અમે પણ તેને શોધીએ છીએ તેમ કહ્યું તો ગાળો આપી ધમકી આપી હતી કે, તમે તમારા દીકરાને પ્રેમથી બોલાવી લો તો સારી વાત છે જો હું શોધવા જઈશ તો તેના ટુકડા કરી દઈશ અને લાશ પણ તમને મળવા નહીં દઉં. મારી રાજકારણમાં અને પોલીસમાં મોટી ઓળખાણ છે. તે સમયે મકાનમાલિકે દરમિયાનગીરી કરતા તે ચાલ્યા ગયા હતા.
પરંતુ ત્રણ દિવસ બાદ ભાવનગરમાં રહેતા મધુબેનના નણંદના દીકરા પાસે પહોંચી તેને ભાવેશ અંગે પૂછી બાદમાં તેના મોબાઈલ ફોન ઉપરથી કોમલબેને ફરી મધુબેન સાથે વાત કરી ધમકી આપી હતી. બાદમાં 27 જૂને જાનવીનો ભાઈ દિનેશ મધુબેનના ઘરે આવ્યો હતો અને ભાવેશની પુછપરછ કરી ધમકી આપી હતી. ફરી 6 જુલાઈના મળસ્કે ત્રણ વાગ્યે કોમલબેન, દિનેશ ગણપતભાઈ રબારી સાથે મધુબેનના ઘરે આવ્યા હતા અને ઘરમાં ઘુસી ભાવેશની શોધખોળ કરી ધમકી આપી હતી કે સવારે તેને હાજર કરજે.
" isDesktop="true" id="1024078" >
બાદમાં અવારનવાર મોબાઈલ ફોન ઉપર ફોન કરી તેમણે ગાળાગાળી કરી ધમકી આપતા છેવટે મધુબેને ત્રણેય વિરુદ્ધ ગત 19 ઓગસ્ટના રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને સરથાણા પોલીસે ભાવનગરના મહિલા સામાજીક કાર્યકર કોમલબેન આનંદભાઈ ત્રિવેદી ભાવનગર ખાતે થી ધરપકડ કરી સુરત ખાતે લઇ આવિયા હતા અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ સાહરુ કરી છે.