Home /News /south-gujarat /સુરત : બનેવીએ 19 લાખના ડ્રગ્સની હેરફેર માટે સાળીનો ઉપયોગ કર્યો, પોલીસે કર્યો પર્દાફાશ

સુરત : બનેવીએ 19 લાખના ડ્રગ્સની હેરફેર માટે સાળીનો ઉપયોગ કર્યો, પોલીસે કર્યો પર્દાફાશ

ડ્રગ્સ કાંડમાં ઝડપાયેલા સાળી બનેવી

બનેવીએ સાળીને મુંબઈ ડ્રગ્સ લેવા મોકલી હતી, પોલીસે ઝડપી પાડેલી સાળીએ કબૂલાત કરતા બનેવીની પણ ધરપકડ

સુરત શહેર વિસ્તારમાં (Surat) યુવાધન નશાના (Drugs) રવાડે ના ચડે તથા શહેરમાં નશાયુકત માદક પદાર્થનું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા માટે સતત પ્રયાસ કરી રાહ છે ત્યારે ગતરોજ એક મહિલાને મુંબઈથી ડ્રગ્સ લઈએં આવતા પોલીસે રેલવે સ્ટેશન ખાતે પકડી પડી હતી. જોકે આ મહિલા તેના બનેવીના કહેવા પર આ પ્રતિબંધિત  મેફેડ્રોન ડ્રગ્સ લઈએં આવી હતી. જોકે 19 લાખના ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ બાદ તેના બનેવીને પોલીસે 24 કલાકમાં ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરત માં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબજ જોરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ડ્રગ્સના રવાડે શહેરનું યુવા ધન બરબાદ થઇ રહીયુ છે ત્યારે આ નશાનો કારોબાર કરતા ઈસમોને પકડી પાડવા માટે ખાસ ટિમો પોલીસ કમિશનર દ્વારા કામે લગાવામાં આવી છે ટાયરે પોલીસને હકીકત મળી હતી કે  સગરામપુરા તલાવડી અઠવા રહેતી મહિલા  યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના  કાદરમીયા શેખ મુંબઈ ખાતે થી  પ્રતિબંધિત એફેડ્રોન ડ્રગ્સ જથ્થો લઈએં સુરત ખાતે આવાની છે.

આ પણ વાંચો : સુરત : 'ચૂંટણીમાં લોકો માસ્ક વગર ફરતા હતા ત્યારે તમે ક્યા હતા?' પ્રજાનો રોષનો Video થયો Viral

જોકે આ બાતમીના આધારે પોલીસે વોચ રાખીને આ મહિલાને  પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ  વજન 1997.94 ગ્રામ કિં.રૂ .19,09,800 રૂપિયા સાથે ઝડપી પાડી હતી. જોકે આ મહિલાને આ ડ્રગ્સનો જથ્થો તેના બનેવીએ લાવવા માટે મોકલી હતી. જેથી પોલીસે તેના બનેવી જે  મૌ.સાજીદ  સલીમ કુરેશી પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી કામે લાગી હતી. ત્યારે પોલીસે આ ઈસમને 24 કલાકમાં ઝડપી લેવામાં સફળતા મળી હતી.
" isDesktop="true" id="1076451" >

જોકે પકડાયેલ રોપીની પૂછપરછમાં આરોપી પોલીસ સામે  મો.સાજીદ સલીમ કુરેશીનો ભાઈ નામે ગુલામસાબીર ઉર્ફે સમીર  મો.સલીમ કુરેશી ને અગાઉ 196 ગ્રામ ડ્રગ્સ સાથે અઠવા ભાગા તળાવ પાણીની ભીત ખાતેથી પકડી પાડેલ હતો જે અંગે અઠવા પોલીસમાં ગુનો પણ દાખલ કરેલ હતો. આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો જેથી હાલના આરોપીના ભાઈ ગુલામસાબીર ઉર્ફે સમીર નાનો જેલમાં જતા આ ડ્રગ્સનો વ્યવસાય પોતે કરવાનું વિચારેલ અને મુંબઈ ખાતેના ડ્રગ્સ સપ્લાયરનો સંપર્ક થતા છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ વેચાણનો ધંધો શરૂ કરી મુંબઇ ( મહારાષ્ટ્ર ) ખાતે રહેતા સદરહુ ગુનાના વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો .

આ પણ વાંચો : વડોદરા : લાખોના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે ખેતરમાં 300 મીટર દોડી મિશ્રાને પકડ્યો

અને ગઈ તા 27મીના રોજ પોતાની સાળી નામે યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના bro કાદરમીયા શેખ રહે.શજ ગેસ્ટ હાઉંસ પાસે કુટપાથ ઉપર સગરામપુરા તલાવડી અઠવા સુરત નાનીને મુંબઈ ( મહારાષ્ટ્ર ) ખાતે ડ્રગ્સનો જથ્થો લેવા માટે ટ્રેન માસ્કૃતે મોકલી વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવેલ હોવાની હકીકત જણાવી હતી. જોકે, પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેના પૂછપરછમાં મુંબઈ ખાતેના ડ્રગ્સ સપ્લાઈ કરનાર ઇસમોના નામ લઈને તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપ સાહરુ કરી છે
Published by:Jay Mishra
First published:

Tags: Surat Crime, Surat news, ગુજરાતી ન્યૂઝ, ડ્રગ્સ, પોલીસ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन