સુરત: પરિણીતા પતિને છોડી પ્રેમી સાથે રહેવા સુરત આવી ગઈ, જેઠ-જેઠાણીએ સમજાવવા આવવું ભારે પડ્યું


Updated: October 22, 2020, 9:08 PM IST
સુરત: પરિણીતા પતિને છોડી પ્રેમી સાથે રહેવા સુરત આવી ગઈ, જેઠ-જેઠાણીએ સમજાવવા આવવું ભારે પડ્યું
પ્રતિકાત્મક તસવીર

પરિણીતા પરિવાર લેવા આવ્યો, અને પોતાની સાથે આવવા ધમકી આપતા પરિણીતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચતા એક વાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી

  • Share this:
સુરત : કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં માણસ ના કરવાના કામ કરી બેસે છે. પરંતુ, મોટાભાગની પ્રેમ કહાની લગ્ન પહેલાની સામે આવતી હોય છે. પરંતુ, લગ્ન બાદની પ્રેમ કહાની ચાર લોકોનું જીવન ખરાબ કરી નાખે છે, આવી જ એક કહાની સુરતમાં સામે આવી છે.

શહેરમાં એક પરિણીતાએ પોતાના પરિવાર સામે ફરિયાદ નોંધવા પોલીસ મથકે પહોંચી હતી, તે તેના પતિ સાથે રહેતી હતી ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને છેલ્લા એક વર્ષથી પતિને છોડી પોતાના પ્રેમી સાથે રહેવા સુરત આવી ગઈ હતી અને લિવ ઈનમાં રહેતી હતી, ત્યારે પરિણીતા પરિવાર લેવા આવ્યો, અને પોતાની સાથે આવવા ધમકી આપતા પરિણીતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચતા એક વાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જામનગરમાં રહેતી પરિણીતાને સોશિયલ મીડિયામાં એક યુવાન સાથે પહેલા મિત્રતા થઈ હતી, જોકે મિત્રતા બાદ આ બંને દરરોજ વાતો કરતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બધાયા હતા. એક દિવસ પરિણીતા પતિને છોડીને સુરત આવી ગઈ, અને 28 સપ્ટેમ્બર 2020ના રોજ કાયદેસરનો મૈત્રી કરાર કરી કતારગામમાં પ્રેમી પાર્થ સાથે રહેવા લાગી હતી.

માતા-પિતા સાવધાન: સુરતમાં 6 વર્ષની બાળકીએ પાણી ઢોળતા મમ્મીએ થપ્પડ મારી, બાળકી ઘર છોડી નાસી

માતા-પિતા સાવધાન: સુરતમાં 6 વર્ષની બાળકીએ પાણી ઢોળતા મમ્મીએ થપ્પડ મારી, બાળકી ઘર છોડી નાસી

છેલ્લા એક વર્ષથી લિવ ઈન રિલેશનમાં રહેતી પરિણીતા સુરત રહેતી હોવાના સમાચાર મળતા પરિણીતાની માતા ગતરોજ પોતાની પુત્રીને લેવા માટે પુત્રીના જેઠ-જેઠાણી સાથે સુરત ખાતે કતારગામના તેના ઘરે પહોંચ્યા હતા. તેમણે પોતાની પુત્રીને સમજાવી પોતાના પતિના ઘરે જવા માટે કહ્યું હતું, જેને લઈને માતા, અને જેઠ-જેઠાણી સાથે આ પરિણીતાનો ઝગડો થયો હતો.

જોત જોતામાં તમાસો વધી પરણીતાએ પોલીસને બોલાવી હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે માતા સાથે પરિણીતાએ પોતાના જેઠ-જેઠાણી સામે પણ ફરિયાદની તજવીજ શરુ કરી હતી. જોકે પોલીસની સમજાવટ બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા પરિણીતાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, જોકે સસરા દ્વારા પરિણીતાને પોતાના ઘરે પાછા નહિ આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આ પરણીતાએ આ મામાએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by: kiran mehta
First published: October 22, 2020, 9:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading