સુરત : સાસરીયાથી ત્રસ્ત પરીણિતાની કહાની, દહેજ માટે પતિએ એવું કર્યું કે જાણીને તમે દંગ રહી જશો

સુરત : સાસરીયાથી ત્રસ્ત પરીણિતાની કહાની, દહેજ માટે પતિએ એવું કર્યું કે જાણીને તમે દંગ રહી જશો
એક દિવસ તો પતિના કહેવા મુજબ યુવતીના દીયરે બધાની હાજરીમાં ઝગડો થયા બાદ કેરોસીન છાટવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સાસરિયાઓ આ યુવતીને પિયર પાસે પહેરે કપડે જ મૂકી જતા આખરે મહિલાએ સાસરિયાઓ સામે મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

પતિ, સસરા અને દિયર તમામ દારૂના નશામાં અપશબ્દો ઉચ્ચાતા તથા દિયર અર્ધનગ્ન હાલતમાં ઘરમાં ફરી અશ્લીલ હરકતો પણ કરતો હતો.

  • Share this:
સુરત : સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી પરિણીતા પાસે દહેજ માંગવા લાલચુ પતિએ પોતાના ફ્રેન્ડ સાથે પત્નીનો ફોટો એડીટ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. અને દહેજ પેટે લાખ્ખો રૂપિયા પડાવી લીધા હતા. અને પતિના અકસ્માત બાદ મળવા જતા સાસુએ દાગીના પચાવી પાડી માર મારી ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી પરિણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

૨૧મી સદીમાં એક તરફ લોકો મોર્ડન બની રહ્યા છે. તો બીજી તરફ દહેજ જેવા કુ રીવાજો છે જેને આજે પણ લોકો ચલાવી રહ્યા છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં પતિ અને દહેજ લાલચુ સાસરીયાઓએ શારિરીક-માનસિક ત્રાસ આપી દાગીના લઇ ઘરમાંથી કાઢી મૂકી હતી. વાત આટલે જ ન અટકી પતિએ પત્નીનો ફોટો એડિટ કર્યો અને બદનામ કરવાની ધમકી આપતો હતો. જેથી દહેજના લાલચુ સાસરીયાનાં અપમાનનો ભોગ બનેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.સચિન જીઆઇડીસી વિસ્તારમાં માતા-પિતાના ઘરે રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2013માં ચંદનસીંગ કમલેશસીંગ રાજપૂત સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમયમાં જ બેકાર પતિ અને સાસરીયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે પણ પતિ અને સાસરીયાએ ઓરમાયુ વર્તન કર્યુ હતું. ઉપરાંત પતિ, સસરા અને દિયર તમામ દારૂના નશામાં અપશબ્દો ઉચ્ચાતા તથા દિયર અર્ધનગ્ન હાલતમાં ઘરમાં ફરી અશ્લીલ હરકતો પણ કરતો હતો.

આ પણ વાંચોઅમદાવાદ : 'થોડીવારમાં પરત આવું છું', કહી ઘરેથી નીકળેલા યુવાનનો મૃતદેહ ઘરે આવ્યો, લૂંટ માટે ખેલાયો ખૂની ખેલ

રોજબરોજનો ત્રાસ અને પતિએ માર મારતા પ્રિયંકાએ આ પહેલા પણ એકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો હતો, પરંતુ પતિએ માફી માંગી લેતા ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ત્યારબાદ પતિ ચંદનસીંગે પોતાના ફ્રેન્ડ સાથે પત્નીનો ફોટો એડીટ કર્યો અને બદનામ કરવાની ધમકી આપી દહેજ પેટે ટુક્ડે-ટુકડે રૂા. 5.50 લાખ પડાવી લીધા.

પરિણીતા પતિ સાથે અલગ ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી અને પ્રિયંકાએ પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ સમયે પણ પતિએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. જેથી પરિણીતા ઘર છોડીને પિયરમાં રહેવા ચાલી ગઇ હતી.

આ દરમ્યાનમાં ગત તા. 3 જુનના રોજ પતિ ચંદનસીંગનો અકસ્માત થયાની જાણ થતા પરિણીતા બંન્ને સંતાનને લઇ પતિને જોવા દોડી ગઇ હતી. જયાં સાસુએ પોતાની સાથે રહેવું હોય તો કપડા અને દાગીના પિયરમાંથી લઇ આવવાનું કહી દાગીના પચાવી પાડી માર મારી ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી પ્રિયંકાએ પતિ ઉપરાંત દિયર કુંદનસીંગ, સાસુ મીરાદેવી, સસરા કમલેશસીંગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Published by:kiran mehta
First published:July 11, 2020, 15:42 pm

ટૉપ ન્યૂઝ