સુરતઃ રાંદેરમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પસંદગી અંગેથી બબાલ, મામલો બિચકતા ખુરશીઓ ઉછળી

સુરતઃ રાંદેરમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પસંદગી અંગેથી બબાલ, મામલો બિચકતા ખુરશીઓ ઉછળી
ઘટના સ્થળની તસવીર

યોગ્ય બોડી બિલ્ડરની પસંદગી કરવામાં જે ગેરરીતિ થઇ હતી જેને લઈને આ સ્પર્ધામાં આવેલા બોડી બિલ્ડરો દ્વારા હોબાળો મચાવામાં આવ્યો હતો.

  • Share this:
સુરત: શહેરમાં આવેલ રાંદેર (Rander) ખાતે એક બોડી બિલ્ડિગની સ્પર્ધા રાખવામાં આવી હતી જોકે અહીંયા 110 જેટલા બૂડી બિલ્ડર આ સ્પર્ધામાં (Bodybuilder competition) એન્ટી ફ્રી (entri fee) ભરીને સ્પર્ધમાં ભાગ લીધો હતો. જોકે અહીંયા રહેલા આયોજકો બોડી બિલ્ડરને (Bodybuilder) પોઇન્ટ આપવાના મામલે ભેદભાવ થતા યોગ્ય બોડી બિલ્ડરની પસંદગી કરવામાં જે ગેરરીતિ થઇ હતી જેને લઈને આ સ્પર્ધામાં આવેલા બોડી બિલ્ડરો દ્વારા હોબાળો મચાવામાં આવ્યો હતો અને જોત જોતામાં મામલો એટલી હદે બિચકયો હતો કે અહીંયા ખુરશીઓ હવામાં ફંગોળાતી જોવા મળી હતી અને આ સ્પર્ધમાં આવેલા જજોને પાછળ ભારને ભગવાન વારી આવી હતી

સુરત માં આવેલ રાંદેર વિસ્તારમાં  ત ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યુ હતું  દ્વારા મીસ્ટર સુરત અને મેન ફિઝિક્સ અને કલાસિક ફિઝિકિસ એમ ત્રણ કેટેગરી માટે બોડી બિલ્ડીંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લગભગ સુરતના 110 બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. ત્રણેય કેટેગરીમાંથી એટલે મેન ફિઝિકિસ અને કલાસિક ફિઝિક્સમાંથી 10-10 અને બોડી બિલ્ડીંગ કેટેગરીમાંથી 12 પહેલવાનોની પસંદગી કરાઇ હતી.તમામ કેટેગરીના ફાઇનલ રાઉન્ડમાં એક એક ચેમ્પિયનની પસંદગીનો રાઉન્ડ શરૂ થયો હતો. આખરે બોડી બિલ્ડીંગ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનના રાઉન્ડમાં સિમિતરી, પર્ફોમન્સ, કન્ડિશન, મસલ્સ વગેરે સાથે ઓવર ઓલ જોવાતું હોય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! ભાભીએ નણંદને કહ્યું "ક્યાં ગઈ પેલી લુખ્ખી?", ભાઈએ પત્નીનો લીધો પક્ષ

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

ત્યારે જજીસ પેનલ દ્વારા ધીરજ ડાબેકરને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જાહેર કરાતાની સાથે જ લોકોએ હોબાળો મચાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અહીંયા રૂપિયા ભરીને એન્ટ્રી લીધી હોવા છતાંય બોડી બીલ્ડીગ માં કેટલાક સ્પર્ધકો જે લાઈક નાહથી તેવા સપરહકોને પોઇન આપીને આયજકો પસંદગીના લોકોને જીતાડવાંના પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'તું હવે મને નથી જોઈતી', પત્ની બે વખત બાઇક પરથી પડી ગઈ, રસ્તા વચ્ચે પત્નીને છોડી પતિ જતો રહ્યો

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

જેને લઈને આ સ્પર્ધમાં ભાગ લેનારા બોડી બિલ્ડરો દ્વારા આયોજકો સામે આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો. અને જોત જોતામાં મામલો એટલી હદે બિચક્યો હતો કે સ્પર્ધમાં ભાગ લેવા આવેલા બોડી બિલ્ડરોએ ત્યાર રહેલી ખુરશી હવામાં ફાગોટી ને પોતાનો રોષ થલાવીયો હતો.જોકે બોડી બિલ્ડરના આવા રોષ સામે ત્યાં હાજર જજોને પાછળ બારણે ભાગવાની વારી આવી હતી જોકે આ બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ થઇ નથી પણ આયજકો સમયે ગંભીર પ્રકારના આક્ષેપ ત્યાં છે બોડી બિલ્ડીંગ એસો. સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
Published by:ankit patel
First published:March 01, 2021, 22:32 pm

ટૉપ ન્યૂઝ