સુરત: મહિલાને સાડીથી બાંધી ગેંગરેપ કરનાર મુખ્ય આરોપી 5 વર્ષે ઝડપાયો

News18 Gujarati
Updated: October 17, 2019, 7:58 PM IST
સુરત: મહિલાને સાડીથી બાંધી ગેંગરેપ કરનાર મુખ્ય આરોપી 5 વર્ષે ઝડપાયો
ઝડપી પાડવામાં આવેલો મુખ્ય આરોપી

બાજુની સોસાયટીમાં એક મહિલા એકલી હતી ત્યારે તેના ઘરમાં પ્રવેશ કરી તેને સાડી વડે બંધક બનાવી તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી એક પછી એક ચારે નરાધમોએ આ મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં 5 વર્ષ અગાઉ થયેલ ગેગ રેપની ઘટનામાં 3 આરોપીને પોલીસે જેતે સમય પકડી પડ્યા હતા. પરંતુ, મુખ્ય આરોપી પાંચ વર્ષથી નાસતો ફરતો હતો, જેને મુંબઈ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત પોલીસની પકડમાં આવેલા આ ઈસમને પોલીસે મુંબઈ ખાતે એક કપડાંની દુકાનમાંથી ઝડપી પડ્યો છે. આ ઈસમ પોતાનું નામ બદલીને અહીં રહેતો હતો. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદમાં 2014માં એક મહિલાને બંધક બનાવી તેની સાથે સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપીને ભાગી છૂટ્યો હતો. પોલીસ પાંચ વર્ષથી તેની શોધ ખોળ કરી રહી હતી. જોકે, આરોપી ગુનાને અંજામ આપીને પહેલા પોતાના વતન ઓડિસા ખાતે અને ત્યાંથી મુંબઈ ખાતે આવીને છેલ્લા લાંબા સમયથી રહેતો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ ત્રણ આરોપીને જેતે સમયે ઝડપ્યા હતા.

ઘટનાની વિગતે વાત કરીએ તો, મુખ્ય આરોપી મહિન્દ્ર ઉફે મામા સુરતના પાંડેસરામાં રહેતો હતો ત્યારે બાજુની સોસાયટીમાં એક મહિલા એકલી હતી ત્યારે તેના ઘરમાં પ્રવેશ કરી તેને સાડી વડે બંધક બનાવી તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી એક પછી એક ચારે નરાધમોએ આ મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

આ સમયે આ મહિલાનો પતિ નાઈટ નોકરી પર ગયેલ હોવાને લઈને આ સમગ્ર ઘટનાની જાણકારી સવારે પતિને આપતા પતિએ આ મામલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને જેતે સમયે ઝડપી પાડ્યા હતા. પરંતુ મુખ્ય આરોપી ભાગતો ફરતો હતો. પોલીસે સતત મહેનત કરી 2014ના આ ગુનાના આરોપીને પકડવા અનેક વખત પોલીસ તેના વતન પણ ગઈ હતી. જોકે, 5 વર્ષ બાદ પોલીસને બાતમી મળી કે, તે મુંબઈમાં પોતાનું નામ બદલી રહે છે, અને પોલીસે મુંબઈ પહોંચી આરોપીને દબોચી લીધો.
First published: October 17, 2019, 7:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading