સુરત: પરિણીતા ના 'પતિ'ની કે ના 'પ્રેમી'ની થઈ શકી, છૂટાછેડા લીધા બાદ પ્રેમીએ તરછોડી, નોંધાવી ફરિયાદ

સુરત: પરિણીતા ના 'પતિ'ની કે ના 'પ્રેમી'ની થઈ શકી, છૂટાછેડા લીધા બાદ પ્રેમીએ તરછોડી, નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

વેડરોડ વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય પરિણીતાએ યુવકના કહેવાથી તેના પતિ સાથે છુટાછેડા લીધા હતા. પ્રેમીએ લગન કરવાનો વિશ્વાસ અપાવી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા

  • Share this:
સુરત : યુવકના પ્રેમમાં પડેલી પરિણીતાએ યુવકના કહેવાથી તેના પતિ સાથે છુટાછેડા લીધા હતા. જોકે યુવકે તેની સાથે લગન કરવાનો વિશ્વાસ અપાવી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ લગન કરવાની ના પાડી તરછોડી દીધી હતી અને તેના છોકરાઓ અને તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આખરે પરિણીતાઍ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેડરોડ વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલાના લગન ૨૦૦૬માં વેડરોડ વિસ્તામાં રહેતા એક યુવાન સાથે થયા હતા. યુવાન પણ મહિલા ના જ ઘરે રહેતો હતો. દામ્પત્યજીવનમાં પુજાને સંતાનમાં ૧૧ વર્ષનો પુત્ર અને ૮ વર્ષની પુત્રી છે. આ દરમિયાન ૨૦૧૭માં મહિલા પરિવાર સાથે જહાંગીરપુરા વિસ્તારમાં ભાડેથી ફ્લેટ રાખી રહેવા માટે ગયા હતા. ઍક દિવસ મહિલા મોબાઈલ ખરીદવા માટે વેડરોડ રીલાયન્સ મોલની બાજુમાં જીયોના શો રૂમમાં ગઈ હતી, ત્યાં યુવાન સાથે મુલાકાત થઈ હતી. દુકાનમાં મહિલાને જે સેમસંગનો મોબાઈલ જાઈતો હતો તે મોબાઈલ ન હતો, જેથી દુકાનદાર યુવાને બે દિવસમાં લાવી આપવાનુ કહી મોબાઈલ નંબર મેળવી બીજી દુકાનમાંથી મોબાઈલ લઈને આપ્યો હતો. ત્યારબાદ યુવાન ફોન કરવાની સાથે મહિલાના ઘર પાસે ઉભો રહેતો હતો. ધીરે ધીરે પરિણીત મહિલા અને દુકાનદાર યુવાન વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો.પ્રેમી મહિલા ના ઘરે તેના પતિની ગેરહાજરીમાં જતો હતો અને શારીરીક સંબંધો બાંધતો હતો. આ દરમિયાન એક દિવસે મહિલાનો મોબાઈલ પતિના હાથમાં આવી ગયો, વોટ્સઅપ ચેટીંગ પતિઍ જોઈ જતા ઝઘડો થયો હતો. મહિલાએ ઝઘડા અંગે પ્રેમી યુવાનને વાત કરતા તેણે પતિને છુટાછેડા આપી દેવાનુ કહી પોતે લગન કરી લેશે અને છોકરાઓને પણ સાચવશે. પરિણીતા પ્રેમી યુવાનની વાતોમાં આવી ગઈ અને પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા, અને વેડરોડ તેની માતાના ઘરે રહેવા આવી જતી રહી, ત્યાં પણ યુવાન તેની માતની ગેરહાજરીમાં આવી શારીરીક સંબંધો બાંધ્યા હતા.

આ દરમિયાન ૨૦૧૮માં સમાજના લોકોએ વચ્ચે પડી પતિ સાથે સમાધાન કરાવતા ફરી બંને જણા સાથ રહેવા લાગ્યા હતા. જેથી મહિલાઍ યુવાનને મળવાનુ બંધ કરી દીધુ હતુ. જાકે ઍક દિવસે યુવાને તેના મિત્રના મોબાઈલ પરથી મેસેજ કરી મળવા નહી આવે તો મરી જઈશ હોવાનુ કહેતા પરિણીતા પ્રેમીને મળવા બોટિનિકલ ગાર્ડન ગઈ હતી અને ફરી બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. મહિલાઍ તેના દીકરાની બર્થડે કેક યુવાનને મોકલાવી હોવાની જાણ પતિને થતા ઝઘડો કરી પતિ ઘર છોડી ગયો હતો.

ત્યારબાદ મહિલાઍ યુવાનને અવારનવાર લગન કરવાની વાત કરતા યુવાન કોઈના કોઈ બહાનુ કરી લગન કરવાની ના પાડતો હતો, અને ઍકવાર યુવાન ઉશ્કેરાઈને લગ્ન કરવાની તો ના પાડી દીધી સાથે છોકરાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદને આધારે યુવાન સામે રાંદેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:August 23, 2020, 17:06 pm