સુરત : 3 વર્ષની બાળકીનું અપહરણ કરનાર રંગેહાથ ઝડપાયો, રહીશોએ ઝડપી ધોઈ નાખ્યો


Updated: June 12, 2020, 7:11 PM IST
સુરત : 3 વર્ષની બાળકીનું અપહરણ કરનાર રંગેહાથ ઝડપાયો, રહીશોએ ઝડપી ધોઈ નાખ્યો
પ્રતિકાત્મક તસવીર

સિક્યુરીટી ગાર્ડના કપડા પહેરીને આવેલો એક આધેડ માસૂમને પોતાની સાથે લઇ જતો દેખાયો, તે અરસામાં જ માસૂમના દાદી આવી પહોંચતા તેમણે તુરંત પોતાની પૌત્રીને બચવા માટે બૂમાબૂમ કરી મુકી

  • Share this:
સુરત : લોકડાઉન ખુલતાની સાથે સુરતમાં એક પછી એક એવી ઘટના સામે આવી રહી છે, જેને લઈને પોલીસ પણ સતત દોડતી થઈ ગઈ છે. આજે એક હવસખોર 3 વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ જતો હતો, જોકે બાળકીના દાદી જોઈ જતા બાળકીને મૂકીને ભાગતા આધેડને લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.

કોરોના વાઇરસમાં લોકડાઉન બાદ છૂટછાટો મળતાની સાથે જાણે સુરતમાં ગુનાખોરીમાં પણ છૂટછાટ મળી રહી હોય તેવું લાગી રહ્યુ છે. આજે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે, જેને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો છે.

સુરતના અઠવા લાઇન્સ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં 3 વર્ષની માસૂમ પુત્રી સવારે 8 વાગ્યે ઘરના ઓટલા પર રમી રહી હતી, તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલ સિક્યુરીટી ગાર્ડના કપડા પહેરીને આવેલો એક આધેડ માસૂમને પોતાની સાથે લઇ જતો દેખાયો હતો. તેણે બાળકીનું અપહરણ કર્યુ હતું. પરંતુ તે અરસામાં જ માસૂમના દાદી આવી પહોંચતા તેમણે તુરંત પોતાની પૌત્રીને બચવા માટે બૂમાબૂમ કરી મુકી હતી. જેથી માસુમના માતા-પિતા અને પડોશીઓ દોડી આવતા એકત્ર થયેલા લોકોએ અપહરણકાર સિક્યુરીટી ગાર્ડને ઝડપી પાડી બરાબરનો મેથી પાક આપી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો.

હાલમાં પોલીસે અપહરણનો ગુનો નોંધી અપહરણકારની પુછપરછ શરૂ કરી છે અને આ આધેડ શાના માટે આ બાળકીનું અફર કરવો હતો અને ભૂતકાળમાં આવી કોઈ ઘટના માં સંકળાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
First published: June 12, 2020, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading