સુરતઃ યુવક ઉપર અત્યાચાર કેસમાં અઠવા પોલીસ સામે FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ

News18 Gujarati
Updated: January 23, 2019, 3:37 PM IST
સુરતઃ યુવક ઉપર અત્યાચાર કેસમાં અઠવા પોલીસ સામે FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાત હાઇકોર્ટ ફાઇલ તસવીર

સુરતના અઠવાલાઇન્સ પોલીસે દારુના કેસમાં યુવકની અટક કર્યા બાદ તેને માર નહીં મારવાના નામે પોલીસે મોટી રકમ પડાવી હતી.

  • Share this:
સુરતના અઠવાલાઇન્સ પોલીસે દારુના કેસમાં યુવકની અટક કર્યા બાદ તેને માર નહીં મારવાના નામે પોલીસે મોટી રકમ પડાવી હતી. ત્યારબાદ પણ યુવાનને ઢોર માર મરાતા તેની બંને કિડની ફેઇલ થઇ ગઇ હતી. ચારેય પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોધવા માટે પોલીસ કમિશ્નર સુધી રજૂઆત કરી હોવા છતાં એફઆઇઆર નહીં નોંધાતા પરિવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

મળતી માહિતી પ્રમાણે આઠ માસ અગાઉ અઠવાલાઇન્સ પોલીસ મથકના સર્વેલન્સ વિભાગના પીએસઆઇ ચાવડા સહિત પોલીસ કર્મીઓ સંજય ભરવાડ કિરપાલ સિંગ અને ધર્મેશ ગઢવીએ પ્રોહિબિશનના કેસમાં કપિલ જેઠાભાઇ પટેલ નામના યુવાનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેના પરિવારને બોલાવી કપિલને લોકઅપમાં નહીં મારવાના નામે રૂપિયા સાત લાખની માંગણી કરાઇ હતી.

બેબાકળા બનેલા પરિવારજનોએ એક લાખ રૂપિયા પોલીસ કર્મીઓને ચુકવી દીધા હતા. આમ છતાં બાકીની રકમ મેળવવા ચારેય પોલીસ કર્મીઓએ લોકઅપમાં કપિલ ઉપર શારીરિક જુલમ ગુજાર્યો હતો. પોલીસે ઢોર માર મારતા કપિલની બંને કિડનીઓ ફેઇલ થઇ ગઇ હતી. આઠ માસ અગાઉ અઠવા પોલીસ મથકના લોકઅપમાં ફિલ્મી સ્ટાઇલથી યુવાનની ધોલાઇને લઇને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી.

આ પણ વાંચોઃ-CCTV: સુરતના મોલની ઓપન ગેલેરીમાં યુવક જોત જોતામાં પડી ગયો ખાડામાં

આ મામલે કપિલ પટેલના પરિવારજનોએ ચારેય પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવવા પોલીસ કચેરી સુધી પગથિયા ઘસી નાંખ્યા હતા. આમ છતાં કોઇએ ફરિયાદ નહીં સાંભળતા છેવટે વકિલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ પિટિશન ફાઇલ કરી હતી.

આ પિટિશન ઉપર કેસનો વિગતવાર અભ્યાસ કરી તથા પુરાવાઓનું મુલ્યાંકન કરી હાઇકોર્ટે અઠવા પોલીસ સ્ટેશનના ચારે પોલીસ કર્મીઓ વિરુદ્ધ સપ્તાહમાં ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે. જો એફઆઇઆર રજીસ્ટર્ડ નહીં થાય તો ઉચ્ચ અધિકારીને વિગતવાર અરજી કરી ગુનો દાખલ કરાવવો. આ કિસ્સામાં જો ઉચ્ચ અધિકારી પણ દાદ નહીં આપે તો કોર્ટના હુકમ મુજબ કોર્ટમાં કેસ દાખલ કરી શકાશે.
First published: January 23, 2019, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading