સુરત: પશુપાલકની દાદાગીરી, ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર કર્યો હુમલો - Video વાયરલ


Updated: September 29, 2020, 9:36 PM IST
સુરત: પશુપાલકની દાદાગીરી, ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર કર્યો હુમલો - Video વાયરલ
સુરતમાં રખડતા ઢોરનો ત્રાસ

રાજ્યમાં રખડતા ઢોરોનો શહેરોમાં ખુબ ત્રાસ છે. આવા પશુ પાલકો પોતાના ઢોરનું દૂધ કાઢી પૈસા તો કમાય છે, પરંતુ બાદમાં તેમને રસ્તાઓ પર ચરવા માટે છોડી દેતા હોય છે

  • Share this:
સુરત : શહેરમાં રસ્તા પર રખડતા ઢોરને લઈને અનેક વખત અકસ્માત થયા છે, ત્યારે આવા રખડતા ઢોર પકડવા માટે મનપાની ટિમ ફરી કામે લાગી છે, ત્યારે આજે રામરોલી વિસ્તારમાં મનપાની ટીમ ઢોર પકડવા ગઈ હતી, તે સમયે કેટલાક પશુપાલકો એકત્ર થઇ ગયા અને કર્મચારી પર હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પોંહચ્યો હતો. જોકે આ પશુપાલકની દાદાગીરીનો વિડીયો વાઇરલ થયો છે.

રાજ્યમાં રખડતા ઢોરોનો શહેરોમાં ખુબ ત્રાસ છે, જ્યાં જુઓ ત્યાં ઢોર રસ્તા પર બેઠેલા અથવા તો રસ્તા પર લોકોને પોતાની અડફેટે લેતા હોય છે, ત્યારે આવા ઢોર પકડી પાડવા માટે મનપા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

મોટાભાગના શહેરોમાં આવા પશુ પાલકો પોતાના ઢોરનું દૂધ કાઢી પૈસા તો કમાય છે, પરંતુ બાદમાં તેમને રસ્તાઓ પર ચરવા માટે છોડી દેતા હોય છે, અને આ ઢોરથી વાહનચાલકોને હાની પહોંચતી હોય છે. ત્યારે આજે મનપાની ટીમ સુરતના અમરોલી વિસ્તારમાં આજે ઢોર પકડવા ગઈ હતી, જ્યાં રખડતા ઢોર પકડી પાડ્યા હતા.

આ પણ વાંચોસુરત: ટ્રાફિક પોલીસના દંડથી બચવા રીક્ષાવાળાએ અપનાવી અનોખી તરકીબ

આ સમયે આ ઢોર માલિક આવીને પોતાના પશુને છોડવા માટે મનપાની ટિમ સાથે માથકૂટ કરવા લાગ્યો હતો, જોત જોતામાં આ પશુપાલક ઉશ્કેરાય ગયા હતા અને મનપાના કર્મચારી અને અધિકારી પર હુમલો કરી પોતાના પશુ છોડાવી જવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટના લોકોએ મોબાઈલમાં કેદ કરી હતી, આ મામલે મનપાની ટીમ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી હતી, પણ આ કર્મચારીઓને પોલીસે કલાકો સુધી ફરિયાદ નહીં લઇને હેરાન કર્યા હતા. પોતાના પશુને રસ્તાઓ પર રખડતા મૂકી દઈને લોકો માટે મુશ્કેલી ઉભી કરતા પશુપાલકની આટલી દાદાગીરી સામે હવે તંત્ર ક્યાા પ્રકારના પગલા લેશે તે જોવાનું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના સમચાર સાંજ પડતા સમગ્ર મનપા કર્મચારીઓમાં ફેલાઇ ગઇ હતા. જેથી મનપાના યુનયન દ્વારા વારમ વાર આવી બનતી ઘટનાનો વિરોધ કરતા ધરણા કર્યા હતા. અને મનપા કમિશ્નરને રજુઆત કરી હતી આવી ઘટના રોકવા માટે કડક પગલા લેવાવા જોઇએ, નહિતર અમે આ કામગીરી બંધ કરી દઇશું.,
Published by: kiran mehta
First published: September 29, 2020, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading