સુરત: 'લગ્ન પહેલાનો પ્રેમી અંગતપળોના ફોટા પતિને મોકલવાની ધમકી આપી બ્લેકમેઈલ કરે છે'

સુરત: 'લગ્ન પહેલાનો પ્રેમી અંગતપળોના ફોટા પતિને મોકલવાની ધમકી આપી બ્લેકમેઈલ કરે છે'
પ્રતિકાત્મક તસવીર

પ્રેમિકાએ લગ્ન બાદ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકી દેતા રવિ મહેન્દ્ર રાણા ગુસ્સે ભરાયો અને...

  • Share this:
સુરત: લગન પહેલાનો પ્રેમ સંબંધ સુરતની મહિલા માટે મુશ્કેલી બની ગયો છે. એક અઠવાડિયા પહેલા લગ્ન કરનાર મહિલાને અંગતપળોના ફોટો પતિને મોકલી આપવાની ધમકી આપીને એક યુવક બ્લેકમેઈલ કરી તેની સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરતો હોવાની ફરિયાદ મહિલાએ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આ મામલે ગુનોનોંધી તપાસ શરુ કરી છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી 20 વર્ષીય મહિલાના લગ્ન એક અઠવાડિયા પહેલા થયા હતા, અને તે પતિ સાથે રહેવા સુરત આવી હતી. લગ્ન પહેલા તેના મોરબીના શક્તિચોક વિસ્તારમાં રહેતા રવિ મહેન્દ્ર રાણા સાથે પ્રેમ સંબંધ હતા. જોકે લગ્ન થતા આ મહિલાએ આ યુવક સાથેના પ્રેમ સંબંધ કાપી નાખ્યા હતા.પ્રેમિકાએ લગ્ન બાદ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકી દેતા આ યુવક ગુસ્સે ભરાયો હતો, અને ગત તારીખ 25મી જાન્યુઆરીએ રવિ મહેન્દ્ર રાણા દ્વારા બદનામ કરવા માટે તેની સાથેના અંગતપળોના ફોટો પતિને મોકલી આપવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો હતો.

આ અંગે મહિલાએ હિમ્મત કરી પરિવારને જાણ કરી, અને ત્યારબાદ આખરે રવિ રાણા સામે મહિલા પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા મુંબઈની છે અને રવિ સાથે ફેસબુક પર મિત્રતા થયા બાદ મહિલાની ત્રણ મહિના પહેલા સગાઈ થઈ હતી. ગત તારીખ 20મી જાન્યુઆરીના લગ્ન થયાં હતાં. ત્યારથી રવિ રાણા મહિલાને છૂટાછેડા લેવા માટે દબાણ કરતો હતો અને બ્લેકમિલ પણ કરતો હતો. જેને લઇને મહિલા ત્રાહિમામ પોકારી ગી હતી, અને હિમ્મત કરી ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.
First published:February 04, 2020, 20:47 pm