સુરતના આધેડની અનોખી સિદ્ધિઃ શહેરના પ્રથમ વ્યક્તિ જેણે 200મી વખત કર્યું રક્તદાન


Updated: September 28, 2020, 10:29 PM IST
સુરતના આધેડની અનોખી સિદ્ધિઃ શહેરના પ્રથમ વ્યક્તિ જેણે 200મી વખત કર્યું રક્તદાન
આધેડનું સન્માન કરતી તસવીર

51 વર્ષીય યોગેશભાઈ ઢીમરે 200 મી વખત રક્તદાન નવો રેકોર્ડ દર્જ કર્યો છે. સુરતના પહેલા વ્યક્તિ છે કે જેમણે 200 વખત રક્તદાન કરવાનું બિરુદ મેળવ્યું છે.

  • Share this:
સુરત: શહેરમાં ફરી એક વખત આધેડ વયના યોગેશભાઇએ સમાજને એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે. 51 વર્ષીય યોગેશભાઇ સુરત શહેરના (surat city) પ્રથમ એવા વ્યકિત બન્યા છે જેમણે 200 વખત રકતદાન (blooddonate) કર્યું છે. તેમણે 200મી વખત રકતદાન સુરત શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતા ગલી યુવક મંડળ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્યું હતું.

શહેરમાં કોરોના કાળ દરમિયાન અનેક વખત રકતની ઉણપની બુમો પડી રહી છે. ત્યારે શહેરના અનેક એનજીઓ દ્વારા રકત દાન શિબિરના આયોજન કર્યા હતા. જેમાં સૌથી વધુ સક્રિય ગલી યુવક મંડળના સક્રિય સભ્ય એવા 51 વર્ષીય યોગેશભાઈ ઢીમરે 200 મી વખત રક્તદાન નવો રેકોર્ડ દર્જ કર્યો છે. સુરતના પહેલા વ્યક્તિ છે કે જેમણે 200 વખત રક્તદાન કરવાનું બિરુદ મેળવ્યું છે.

યોગેશભાઈ ઢીમરે ૬૬ વખત સાદુ રક્તદાન જે ત્રણ મહિને એકવાર આપી શકાય અને 134 વખત સિંગલ ડોનર પ્લેટલેટનું રક્તદાન જે 15 દિવસે એકવાર આપી શકાય છે.  આ રક્તદાન શિબિરમાં યોગેશભાઈની સાથે કુલ 172 લોકોએ પણ રક્તદાન કર્યું હતું. રક્તદાનના ઉમદા સેવા કાર્યથી જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની જરૂરિયાત પૂરી કરવામાં સહાય મળશે.

આ પણ વાંચોઃ-માતાનું દૂધ coronavirusને કરી દે છે ખતમ, ચીનના રિસર્ચર્સની સ્ટડીમાં જાણવા મળ્યું

આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સેલ્ફી લઈ રહેલી ડોક્ટરની પત્ની ડેમમાં પડી, ડૂબી જતા મોત

ખરેખર સુરતમાં અનેક એવા લોકો છેકે ગંભીર આફતના સમયમાં પણ ખડે પગે પ્રશાસન પુરૂ પાડે છે. ભલે યોગેશભાઇની ઉમર 51 વર્ષની હોઇ પરંતુ એટલી વાર રકતદાન કર્યા પછી પણ અડિખમ છે. તેમજ યુવાનો માટે પ્રેણા સમાન છે. યોગેશભાઇએ જણાવ્યું હતું કે હજુ પણ જયા સુધી શરિર સાથે આપશે અને મારૂ લોહિ દાન કરવા જેવું યોગ્ય રહેશે ત્યા સુધી મારી આ રકત દાનની સફર અવીરત ચાલું રાખીશ.આ પણ વાંચોઃ-સુરતઃ રસ્તામાં ગાડીનું બોનેટ ચેક કરવા જવું કાપડના વેપારીને રૂ.5.84 લાખમાં પડ્યું, બાઈક સવાર રોકડા ભરેલી બેગ લઈ ફરાર

ઉલ્લેખનીય છે કે સુરત : સુરતમાં કોરોનાના દર્દી (Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 302 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 176 જયારે ગ્રામીણ વિસ્તારમાં 126 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા : 28,560 પર પહોંચી છે. જયારે આજે 5 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 919 પર પહોંચ્યો છે, તેવામાં આજે 272 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 302 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 176 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 21143 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 126 કેસ સાથે દર્દી સંખ્યા 7417 પર પહોંચી છે.
Published by: ankit patel
First published: September 28, 2020, 9:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading