સુરત: '45 હજારની સામે વ્યાજ સાથે 60 હજાર ચૂકવ્યા, મુસા જોગરાણા મારી નાખવાની ધમકી આપે છે'

સુરત: '45 હજારની સામે વ્યાજ સાથે 60 હજાર ચૂકવ્યા, મુસા જોગરાણા મારી નાખવાની ધમકી આપે છે'
પ્રતિકાત્મક તસવીર (સરથાણા પોલીસ સ્ટેશન)

સરથાણા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને વ્યાજે લીધેલા રૂ.૪૫ હજારની સામે પેનલ્ટી સાથે રૂ. ૬૦ હજારની માંગણી કરી.

  • Share this:
સુરત: દરેક શહેરમાં વ્યાજખોરનો આતંક ખુબ વધી ગયો છે. વ્યાજખોરોના આતંકના ચક્કરમાં અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે, પોલીસ પણ વ્યાજખોરો સામે કડકમાં કડક પગલા લેવાની વાતો કરી રહી છે. તો પણ વ્યાજખોરોને કોઈનો ડર નથી, તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં આજે આવા જ એક રીઢા વ્યાજખોરના આતંકની ઘટના સામ આવી છે, જેમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે, રકમ ઉપરાંત વ્યાજ ચુકવ્યા બાદ પણ વ્યાજખોર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને વ્યાજે લીધેલા રૂ.૪૫ હજારની સામે પેનલ્ટી સાથે રૂ. ૬૦ હજારની માંગણી કરી. ફાઇનાન્સર તેના બે સાગરીતો મારફતે ધમકી આપતો હોય યુવાને આ અંગે સરથાણા પોલીસ મથકમાં ફાઇનાન્સર અને તેના બે સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે ફાઇનાન્સરના એક સાગરીતની ગત શુક્રવારે ધરપકડ કર્યા બાદ ગતરોજ વધુ એક સાગરીતની ધરપકડ કરી છે.અમદાવાદ: આ શોખિન સરકારી બાબુ પાસેથી મળી અધધધ... 8.4 કરોડની મિલકત

મૂળ અમરેલીના વતની અને સુરતમાં સરથાણા પ્રમુખ પાર્ક સોસાયટી ઘર નં.૧૩૩ માં રહેતા ૨૦ વર્ષીય પિયુષ દિનેશભાઈ તળાવીયા ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિયુષે કાપોદ્રા રામરાજય સોસાયટીમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા મુસા જોગરાણા પાસેથી રૂ.૪૫ હજાર બે માસ માટે વ્યાજે લીધા હતા. જોકે, પિયુષે વ્યાજે લીધેલા રૂ.૪૫ હજારની સામે પેનલ્ટી સાથે રૂ. ૬૦ હજારની માંગણી કરી. ફાઇનાન્સર મુસા જૉગરાણા તેના બે સાગરીતો ગાોપી રાજપુત અને હીરલ ઉર્ફ હીરલો મારફતે છેલ્લા એક માસથી ફોન કરી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

સુરત: વરાછામાં પ્રેમી થયો લોહીલુહાણ, પ્રેમિકાના ભાઈએ ચપ્પાના ઘા મારી કર્યો જીવલેણ હુમલો

આ અંગે પિયુષે ગત ૧૪ મી ના રોજ ત્રણેય વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે ગત શુક્રવાર ફાઈનાન્સરના બે સાગરીત પૈકી એક ગોપાલ ઉર્ફ ગોપી અશોકભાઇની ધરપકડ કરી હતી. બાદમાં ગતરોજ વધુ એક સાગરીત હીરેન ઉર્ફ હીરલો કમલેશ ભાઇ ગોહીલની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વરાછા રોડ પર બે (Varacha Surat) દિવસ પહેલા એક યુવાની લાશ મળી આવી હતી. આ યુવાનના શરીર પર ઇજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતા મારનાર યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે આવેલા યુવાનોએ માર મારતા યુવાનને ગંભીર ઇજા થતા મોત થયું હતું. આ મામલે વરાછા પોલીસે (Varacha Police) આ મામલે ફાઇનાન્સર સહિત તેના 3 મળતિયા સાથે ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:November 03, 2020, 21:50 pm

ટૉપ ન્યૂઝ