સુરત: કતારગામમાં વ્યાજખોરની દાનત બગડી, વ્યાજે નાણાં લેનાર મહિલાની છેડતી કરી તમાચો માર્ચો


Updated: September 17, 2020, 4:34 PM IST
સુરત: કતારગામમાં વ્યાજખોરની દાનત બગડી, વ્યાજે નાણાં લેનાર મહિલાની છેડતી કરી તમાચો માર્ચો
સુરતમાં મહિલાની છેડતીનો મામલો

ફાઇનાન્સર દિલિપભાઇ બાબુભાઇ બોદરા પાસેથી રૂપીયા ૨૦ હજાર વ્યાજે લીધા હતા. વ્યાજના નાણા ચુકવાઈ ગયા બાદ આપેલા જરૂરી ડોક્યુમેન્ટ લેવા મહિલા ગઈ હતી, ત્યારે વ્યાજખોરની મહિલા પર દાનત બગડી.

  • Share this:
સુરતની મહિલાને એક ફાઇનસર પાસે વ્યાજે રૂપિયા લેવા ભારે પડ્યા હતા. કારણ કે, આ મહિલાએ લીધેલી રકમ ચુકવ્યા બાદ આપેલા ડોક્યુમેન્ટ પાછા લેવા જતા, વ્યાજખોર દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી અને મહિલાએ વિરોધ કરતા, વ્યાજખોર દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ મથકમાં સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રામપુરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી મહિલાએ આજ થી આઠ મહિના પહેલા પરિચિત મારફતે કતારગામ કુબેરનગર હરિદર્શન કોમ્પ્લેક્ષ દુકાન-ઓફિસ ધરાવતા ફાઇનાન્સર દિલિપભાઇ બાબુભાઇ બોદરા પાસેથી રૂપીયા ૨૦ હજાર વ્યાજે લીધા હતા.

આ રકમ વ્યાજે લીધી ત્યારે આ ફાઇનાન્સર દ્વારા અમુક ડોક્યુમેન્ટ સાથે ચેક લેવામાં આવ્યા હતા. મહિલાએ જ્યારે પૈસા લીધા ત્યારે ફાયનાન્સર દ્વારા 20 હજારની જગ્યાએ 4 હજારનું વ્યાજ કાપી માત્ર 16 હજાર રૂપિયા આપ્યા હતા અને દરરોજ 200 રૂપિયા 100 દિવસ સુધી આપવાનો હપ્તો નક્કી કર્યો હતો.


જોકે આ મહિલા દ્વારા દરરોજ નિયમીત રૂપિયા આપીને થોડા દિવસોમાં પહેલા આ રકમ પુરી કરી નાખી હતી. ત્યારબાદ વ્યાજે રૂપિયા લેતા સમયે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ચેક આપ્યા હતા તે પાછા લેવા મહિલા વ્યાજખોરની ઓફિસે ગઇ હતી, ત્યારે ફાઇનાન્સર દિલિપભાઇ બાબુભાઇ બોદરાએ મહિલા પર નજર બગડતા છેડતી શરૂ કરી હતી. જેનો મહિલાએ વિરોધ નોધાવ્યો હતો, જેને લઈને આ ફાઈનાન્સર ગુસ્સે ભરાઈ ગયો હતો અને મહિલાને તમાચા માર્યા હતા. મહિલાએ ત્યાંથી બહાર નીકળી જઈ આ ઈસમ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: September 17, 2020, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading