સુરત: પત્ની સાથેની બબાલમાં ધરપકડ થતા પિતા-પુત્રએ પોલીસ સ્ટેશનમાં હંગામો મંચાવ્યો, પોલીસને આપી ધમકી


Updated: October 8, 2020, 3:13 PM IST
સુરત: પત્ની સાથેની બબાલમાં ધરપકડ થતા પિતા-પુત્રએ પોલીસ સ્ટેશનમાં હંગામો મંચાવ્યો, પોલીસને આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

પિતા-પુત્રઍ પોલીસ સ્ટેશનમાં મોબાઈલમાં વિડીયો રેકોડીંગ કરી પીઍસઓને ધમકી આપી કે, તમે લોકો મારા વિરુદ્ધ કાર્યવાહી કરશો તો તમને સસ્પેન્ડ કરાવી પટ્ટા ઉતારાવી નાખીશ

  • Share this:
ચોરી ઉપર સે સીના ચોરી, જેવી ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં આજે પણ પતિ પત્ની વચ્ચેનો ઝગડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યાની ઘટનામાં, પોલીસ દ્વારા આરોપી પતિ અને તેના પરિવારની ધરપકડ સમયે પોલીસને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

લાલગેટ અલનુર ઍપાર્ટમેન્ટમાં રહેતા વોરા પિતા-પુત્રની ગઈકાલે બપોરે તેની પત્નીઍ નોધાવેલી મારમારીની ફરિયાદના ગુનામાં ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે વખતે પિતા-પુત્રઍ પોલીસ સ્ટેશનમાં મોબાઈલમાં વિડીયો રેકોડીંગ કરી પીઍસઓને ધમકી આપી કે, તમે લોકો મારા વિરુદ્ધ કાર્યવાહી કરશો તો તમને સસ્પેન્ડ કરાવી પટ્ટા ઉતારાવી નાખીશ, તમે મને ઓળખતા નથી. આ પ્રકારની ધમકી બાદ પોલીસે કાયદેસરની ફરજમાં રુકાવટ કરતા ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ, હોળી બંગ્લો અલનુર ઍપાર્ટમેન્ટમાં રહેતા બીસ્મીલ્લાહબાનુની ફરિયાદને આધારે પોલીસે તેના પતિ ઈકબાલ વોરા, સાહીલ ઈકબાલ અને યાસીન ઈકબાલ સામે ઈ.પી.કો કલમ ૩૨૩, ૫૦૪,૧૧૪ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

મહત્વની વાત એ છે કે, આ ગુનામાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ વાધજી દ્વારા ગઈકાલે બપોરે બે વાગ્યે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તે વખતે યાસીન અને સાહીલે વાતચીત દરમિયાન મોબાઈલમાં વિડીયો રેકોડીંગ શરુ કયું હતું, જે અંગે શંકા લોકરક્ષક અવિનાશને થતા તેઓનો મોબાઈલ જોવા માટે માંગતા યાસીનને મોબાઈલના તમામ ફન્શન બંઘ કરી દીધા હતા અને મોબાઈલ આપવા માટે આનાકાની કરી પોલીસ સ્ટેશનમાં જોરજોરથી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. તેમજ બદનામ કરી પટ્ટા ઉતારાવી નાંખવાની ધમકી આપી.

આ પ્રકારે આરોપીઓએ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. બનાવ અંગે પીઍસઓ ગુલાબભાઈ વસંતભાઈ પોતે ફરિયાદી બની ત્રણેય પિતા પુત્ર સામે ગુનો દાખલ કરાવતા આગળની તપાસ પીઍસઆઈ ડી. કે. સોલંકી કરી રહ્ના છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ સુરતમાં પતિ પત્નીના ઝગડાની ઘટના સામે આવી હતી, જેમાં રિસાયેલી પત્નીને મનાવવા માટે સાસરીમાં ગયેલા પતિ પર સાળાઓ દ્વાર લાકડાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જમાઈ ઘાયલ થયો હતો, આ મામલે પતિ દ્વારા સાળા અને સાસરીયા વિરુદ્ધ મામરમારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by: kiran mehta
First published: October 8, 2020, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading