સુરત : પિતાએ Good ટચ - Bad ટચની સમજ આપી, દીકરીએ તેની સાથે બનેલી વાત જણાવી તો પરિવાર ચોંકી ઉઠ્યો


Updated: July 4, 2020, 5:16 PM IST
સુરત : પિતાએ Good ટચ - Bad ટચની સમજ આપી, દીકરીએ તેની સાથે બનેલી વાત જણાવી તો પરિવાર ચોંકી ઉઠ્યો
ગુડ ટચ અને બેડ ટચ - પ્રતિકાત્મક તસવીર

પિતા જ્યારે તેની બાળકીને ગુડ ટચ અને બેડ ટચ વિષે સમજણ આપી રહ્યા હતા, તે સમયે બાળકીને પોતાની સાથે થયેલી ઘટનાની જાણ કરતા પિતા ચોંકી ઉઠ્યા

  • Share this:
સુરતમાં એક એવી ઘટના સામે જેને જાણીને તમે ચોંકી ઉઠશો. હોળી મનાવવા ગયેલા પાંડેસરાના પરિવારની દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પિતા જ્યારે તેની બાળકીને ગુડ ટચ અને બેડ ટચ વિષે સમજણ આપી રહ્યા હતા, તે સમયે બાળકીને પોતાની સાથે થયેલી ઘટનાની જાણ કરતા પિતા ચોંકી ઉઠ્યા હતા. જોકે તે સમયે ત્યાં ચાર દિવસ રહીને હોળીના તહેવાર બાદ સુરત આવી ગયો હતો. જેથી આ મામલે પિતાએ પોલીસને જાણ કરી હતી. જો કે ઘટના કોલકાતાની હોવાથી ત્યાં ફરિયાદ કરવી પડશે તેવું પોલીસે જણાવ્યું હતું.

પાંડેસરાના વડોદ ગામમાં એક પરિવાર છે. આ પરિવારમાં એક એવી આઘાત જનક ઘટના બની છે, જેને લઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. પરિવાર હોળીના સમયે કોલકાતામાં તહેવાર ઉજવવા માટે ગયા હતા. ત્યાં જ તેની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પરંતુ તે સમયે બાળકીને કઈ સમજ નહીં પડી હતી. જોકે તહેવાર બાદ પરિવાર તે સમયે ત્યાં ચાર દિવસ રહીને હોળીના તહેવાર બાદ સુરત આવી ગયો હતો.

જોકે વડોદ વિસ્તારમાં નાની બાળકી સાથે છેડતી અને બળાત્કારના બનાવો પહેલા બન્યા હતા, તેથી હાલ લોકડાઉનના કારણે નવરાશના સમયમાં પિતા બાળકીને ગુડ ટચ અને બેડ ટચ સમજાવતા હતા, ત્યારે દીકરીએ પોતાની સાથે થયેલી હરકતની જાણ કરી હતી કે આ‌વું તેની સાથે ગામમાં થયું છે.

ગામમાં પડોશમાં રહેતા તેના ઓળખીતાએ કપડા કાઢીને તેના પ્રાયવેટ પાર્ટ સાથે અડપલા કર્યા હતા. જેથી પિતા ચોંકી ઉઠ્યા હતા, અને પિતાએ ચાઇલ્ડ હેલ્પ લાઈનને ફોન કરીને મદદ માંગી હતી.

ચાઇલ્ડ હેલ્પ લાઇનના કાઉન્સિલ દીકરીના ઘરે ગયા હતા. બાદમાં પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. જોકે પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના કોલકાતાની હોવાથી ત્યાં ફરિયાદ કરવી પડશે. જેથી કોરોના બાદ કોલકાતામાં ફરિયાદ નોંધાવશે.
First published: July 4, 2020, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading