સુરતઃ 40થી વધારે રત્નકલાકારોને બે માસનો પગાર આપ્યા વગર કારખાનેદાર ગાયબ

News18 Gujarati
Updated: September 16, 2019, 7:17 PM IST
સુરતઃ 40થી વધારે રત્નકલાકારોને બે માસનો પગાર આપ્યા વગર કારખાનેદાર ગાયબ
વરાછા પોલીસ સ્ટેશનની ફાઇલતસવીર

દિવાળી પહેલા જ કારખાનેદારે બે મહિનાનો પગાર ન આપવા સાથે હાલ તેઓ છૂટા થઈ જતાં રોજી રોટીનો પ્રશ્ન ઊભો થયો હોવાનું જણાવ્યું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ હીરાના વ્યવસાયની મંદીની અસર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ત્યારે સુરતના (Surat)વરાછા વિસ્તારમાં કારખાનું ચલાવતાં માલિક રત્નકલાકારોને બે મહિનાનો પગાર ચૂકવ્યા વગર જ ગાયબ થઈ જતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. રત્નકલાકારોએ કારખાનેદાર વિરૂદ્ધ ચાર લાખની છેતરપિંડી (Fraud)કરી હોવાનું અરજીમાં જણાવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે ડાયમંડ વર્કર યુનિયન સાથે રત્નકલાકારો વરાછા પોલીસ સ્ટેશન (Varachha police station)પહોંચ્યા હતા. જ્યાં તેમણે અરજી આપતાં કહ્યું કે તેઓ ધનલક્ષ્મી કોમ્પલેક્સની સામે રંગનગર સોસયટીમાં બીજા માળે ભાડેથી કારખાનું ચલાવતાં મુયર મનુ સવાણીના કારખાનામાં કામ કરતા હતા.

આ કારખાનેદારે 40 રત્નકલાકારોનો બે મહિનાનો પગાર ચૂકવ્યા વગર ગાય થઈ ગયો હતો.સાથે જ અરજીમાં લખાયું હતું કે, રત્નકલાકારને ખોટી લાલચ આપીને દવાખાનાના નામે 20 હજાર રૂપિયા લઈ લીધા હતા જે પણ પરત કર્યા નહોતાં.

આ પણ વાંચોઃ-ટ્રાફિક જાગૃતિ : સુરત પોલીસે ગુલાબ આપ્યાં, લોકોએ હેલ્મેટ પહેરી ગરબા લીધા

આથી રત્નકલાકારોએ વરાછા પોલીસમાં આ કારખાનેદાર સામે કડક પગલાં લઈને તપાસ કરવા અરજી કરી છે. દિવાળી પહેલા જ કારખાનેદારે બે મહિનાનો પગાર ન આપવા સાથે હાલ તેઓ છૂટા થઈ જતાં રોજી રોટીનો પ્રશ્ન ઊભો થયો હોવાનું જણાવ્યું હતું.
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading