ખુલાસો! છુટાછેડાની અદાવતમાં પૂર્વ પતિએ પત્નીની ગાડી સળગાવી હતી

News18 Gujarati
Updated: December 5, 2019, 4:15 PM IST
ખુલાસો! છુટાછેડાની અદાવતમાં પૂર્વ પતિએ પત્નીની ગાડી સળગાવી હતી
પૂર્વ પતિએ પત્નીની કાર સળગાવી

બે દિવસ પહેલા સોસાયટીમાં પાર્ક કરેલ ગાડીમાં આગ લાગી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી

  • Share this:
સુરતના અડાજણ વિસ્તારમાં બે દિવસ પહેલા ચોક્સીની વળી પાસે વહેલી સવારે ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે આ વિસ્તારના સીસીટીવી ચેક કરતા ગાડીની માલિક મહિલાના પૂર્વ પતિ દ્વારા ગાડીમાં આગ લગાવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતું. છુટાછેડા બાદ પત્નીને હેરાન કરતા પતિ વિરુદ્ધ પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ચોક્સીની વળી નજીક બે દિવસ પહેલા પાર્ક કરેલ ગાડીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એક ગાડી બાદ બીજી ગાડીમાં પણ લાગી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લઈને આ મામલે સોસાયટીના સીસીટીવી ચેક કરતા ગાડીમાં આગ કોઈ યુવાન દ્વારા લગાવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી, ત્યારે ગાડીની માલિક એવી મહિલાએ સીસીટીવી જોતા ગાડીમાં આગ લગાવનાર અન્ય કોઈ નહી પણ તેનો પૂર્વ પતિ હોવાનું જણાવ્યુ હતું.

એન્જીનીયર તરીકે નોકરી કરતા ખુશ્બુ પટેલના લગ્ન વર્ષ 2014માં ફાયનાન્સનો ધંધો કરતા યોગેશ પ્રવિણ પટેલ સાથે થયા હતા, પણ લગ્ન જીવન લાંબુ નહી ચાલતા છુટાછેડા લઇ લીધા હતા. આ બાબતની અદાવત રાખી યોગેશ છેલ્લા કેટલાક સમયથી ખુશ્બુને હેરાન કરતો હતો. પૂર્વ પતિની હેરાન ગતિને લઈને ખુશ્બૂ પોતાની બહેનના ઘરે રહેવા જતી રહી હતી, પણ પૂર્વ પતિએ છુટા છેડાની અદાવત રાખી ખુશ્બૂએ પાર્ક કરેલ ગાડીમાં આગ લગાવી હતી.ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સોસાયટીમાં પાર્ક કરેલ ગાડીમાં આગ લાગી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી, ફાયર ગાડીએ આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો, આ ઘટના બાદ સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. જેને લઈને ખુશ્બૂએ પોતાના પૂર્વ પતિ વિરુદ્ધ અડાજણ પોલીસમાં નોંધાવી છે. ફરિયાદના આધારે અડાજણ પોલીસે પતિ યોગેશને ઝડપી પાડવાની તજવીજ શરુ કરી છે.
First published: December 5, 2019
વધુ વાંચો
अगली ख़बर