સુરતઃ ચાલુ બસે મોબાઇલ પર વાત કરનાર સિટી બસના ડ્રાઇવરને રૂ.500નો દંડ

News18 Gujarati
Updated: September 28, 2019, 6:00 PM IST
સુરતઃ ચાલુ બસે મોબાઇલ પર વાત કરનાર સિટી બસના ડ્રાઇવરને રૂ.500નો દંડ
સિટી બસના ડ્રાઇવરની તસવીર

મહાનગરપાલિકા સંચાલિત બ્લૂ સિટી બસનો એક ડાઇવર 50 જેલમાં મુસાફરો ભરેલી બસ વરાછા વિસ્તારમાંથી લઈને પસાર થઇ રહ્યો હતો. ત્યારે તે મોબાઈલ ફોન પર વાત કરતો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ અકસ્માતની (accident)ઘટના અટકે માટે સરકારે મોટર વ્હીકલ એક્ટનો (Motor Vehicle Act) નવો કાયદો બનાવીયોછે અને આ કાયદાને લઈને લોકો હેરાન થી રહિયા હતા જેને પગલે સરકારે આ કાયદાનું અમલીકરણમાં 1 મહિનાની રાહત આપી છે. ત્યારે લોકો આ કાયદા (law) પાળે તેને માટે પોલીસ (police) દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ સીટી બસનો (city bus) ડાઇવર બસ ચલાવતા મોબાઈલ ફોન (Mobile phone) પર વાત કરતા ટ્રાફિક પોલીસે (traffic police) 500 દંડ રૂપિયા ફટકાર્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા બનાવામાં મોટર વ્હીકલના નવા કાયદો બનાવાયો છે. પણ લોકોને અસુવિધાને ધ્યાને રાખી સરકારે આ કાયદામાં લોકોને એક મહિનાની રાહત આપી છે. તેવામાં લોકો દંડથી બચવા સુરતમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો કાયદાનું પણ પાલન કરે તે માટે સતત ટ્રાફિક પોલીસ કડક પણે અમલ કરાવે છે.

હાલમાં પોલીસ દંડ કરતા લોકો કાયદાનું પાલન કરે તેમાં વધુ ધ્યાન આપે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આજે ટ્રાફિક પોલીસ ફરજ પર હતી. ત્યારે મહાનગરપાલિકા (SMC)સંચાલિત બ્લૂ સિટી બસનો એક ડાઇવર 50 જેલમાં મુસાફરો ભરેલી બસ વરાછા વિસ્તારમાંથી લઈને પસાર થઇ રહ્યો હતો. ત્યારે તે મોબાઈલ ફોન પર વાત કરતો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ આગની ઘટનામાં બેને બચાવાયા, ફાયર સેફ્ટીના અભાવે કારખાનાને સીલ માર્યું

ચાલુ બસે મુસાફરોનો જીવ જોખમમાં મુકીને મોબાઈલ પર વાત કરતાં ડ્રાઈવરને ટ્રાફિક પોલીસે આ બસને ઊભી રખાવી હતી અને મોબાઈલ પર વાત કરવા બદલ 500 રૂપિયાનો દંડ ડ્રાઈવરને ફટકાર્યો હતો. જેથી હાજર લોકોએ પણ ટ્રાફિક પોલીસની નીતિને બિરદાવી હતી.
First published: September 28, 2019, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading