સુરત: 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ગળુ દબાવી હત્યા, કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની આપી સજા

સુરત: 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ગળુ દબાવી હત્યા, કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની આપી સજા
સુરત કોર્ટે હવસખોરને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી

  • Share this:
સુરત : જિલ્લાના ઉમરપાડા ખાતે આજથી પાંચ વર્ષ પહેલા એક સાત વર્ષીય બાળકી સાથે પરિચિત યુવાન દ્વારા દુસ્કર્મ આચર્યા બાદ પોતાનો ભાંડો ફૂટી ન જાય તે બીકે બાળકીનું ગળુ દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. જોકે આ આરોપીને જેતે સમયે પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ સુરતની કોર્ટમાં કેસ ચાલતો હતો. જોકે આજે સુરતની કોર્ટ આરોપીને આ કેસમાં છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે.

સુરત જિલ્લાના ઉમરપાડાના ગોવત ગામ ખાતે આવેલ પટેલ ફળિયામાં રહેતા વિજેન્દર ભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. આ સમયે જીતેન્દ્ર ભાઈ પરિવાર સાથે રહેતા હતા. જૉકે તારીખ 25. 09. 2015ના રોજ જીતેંદ્રના ઘરે ગણેશ સ્થપના કરવામાં આવી હતી. જોકે પરિવાર સાથે મોહલ્લાના લોકો એકત્ર થયા હતા તે સમયે તેમની 7 વર્ષીય દીકરી ઘર નજીક ગણેશ ઉત્સવને લઈને પહેલા આરતી અને ત્યાર બાદ ગરબા રમતી હતી.આ સમયે ગરબા રમતા થાક લાગતા મોહલ્લાના પ્રકાશ વસાવાના ખોળામાં બેસી ગઈ હતી. જોકે થોડી વાર પછી જીતેંદ્રની દીકરી અને પ્રકાશ નહીં દેખાતા પરિવારે તેની શોધખોળ શરુ કરી હતી. જોકે જીતેંદ્રના મકાનની પાછળ વાડામાં અંધારામાં કોઈ હિલ ચાલ દેખાતા તે સમયે મોબાઈલની બેટરી મારી જોતા પોતાની 7 વર્ષીય દીકરીના કપડા નીકળેલ હોવા સાથે ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હતું.

સુરત: 14 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ આચરનારને કોર્ટ ફટકારી 10 વર્ષની સજા

સુરત: 14 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ આચરનારને કોર્ટ ફટકારી 10 વર્ષની સજા

પરિવારે બાળકીને હલાવતા તે હાલતી ન હોવા સાથે આ સમયે પ્રકાશ પણ ત્યાં પડેલો મળી આવ્યો હતો. જોકે પરવારે તાતકાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડતા બાળકીને તબીબે મુત જાહેર કરી હતી. બીજી બાજુ ગ્રામજનોએ પોલીસને બોલાવી પ્રકાશને પોલીસના હવાલે કર્યો હતો. જોકે પ્રકાશે પોલીસ પૂછપરછમાં બાળકી સાથે દુષ્કર્મ કરી તેનું ગળુ દબાવી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

સુરત: વરાછામાં લાલા અને ભાવેશ ટકા વચ્ચે લોહીયાળ બબાલ, લાકડાના ફટકા મારી લાલાની હત્યા

સુરત: વરાછામાં લાલા અને ભાવેશ ટકા વચ્ચે લોહીયાળ બબાલ, લાકડાના ફટકા મારી લાલાની હત્યા

ત્યારબાદ પ્રકાશને પોલીસે જેલમાં મોકલી આપ્યો હતો. જોકે આ કેસ સુરતની એડિશનલ સેશન કોર્ટમાં આજ રોજ ચાલી જતા કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ કેસમાં આજે તમામ સરકારી વકીલની દલીલના અંતે કોર્ટ આજે ચૂકાદો આપ્યો હતો.
Published by:kiran mehta
First published:October 29, 2020, 19:59 pm

टॉप स्टोरीज