સુરત: શહેરમાં સ્ત્રી અત્યાચારના ગુનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રોજે-રોજ સ્ત્રીના શારીરિક શોષણની ફરિયાદ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ રહી છે. સગીરા સાથે દુષ્કર્મની પણ અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે આજથી પાંચ વર્ષ પહેલા સગીરા સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટે હવસખોરોને સબક શીખવાડ તો એક ચૂકાદો આપ્યો છે, જેમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સકથ કેદની સજા ફટકારી છે.
તમને જણાવી દઈએ કે, આજથી પાંચેક વર્ષ પહેલા લિંબાયત વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપીને એમ્બ્રોડરી કારખાના પર બોલાવીને એકથી વધુ વખત દુષ્કર્મ આચરવાના કેસમાં સંડોવાયેલા આરોપી યુપીવાસી યુવાનને આજે પોકસો કેસોની ખાસ અદાલતના જજએ ગુનામાં દોષિત ઠેરવી 10 વર્ષની કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, લિંબાયત ગોડાદરા ખાતે સોમનાથ સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના વતની આરોપી બંટી અજબ સિંગ રાજપૂત સુરતમાં એમ્બ્રોડરી વર્કના કારખાનામાં કામ કરતા હતા. જે દરમિયાન ગત ઓગસ્ટ-2015થી પોતાના પડોશમાં રહેતી 14 વર્ષિય કિશોરીને આરોપીએ લગ્નની લાલચ આપીને પોતાના પ્રેમજાળમાં ફસાવી એકથી વધુ વાર બળાત્કાર ગુજાર્યો હતો.
સુરત: વરાછામાં લાલા અને ભાવેશ ટકા વચ્ચે લોહીયાળ બબાલ, લાકડાના ફટકા મારી લાલાની હત્યા
છેલ્લા બે વર્ષથી આરોપી દ્વારા ભોગ બનનાર તરુણીને એકથી વધુવાર પોતાની હવસનો શિકાર બનાવીને નાસી છુટ્યો હતો. જેથી ભોગ બનનાર તરૂણીની માતાએ આરોપી બંટી રાજપૂત વિરુદ્ધ લિંબાયત પોલીસમાં પોક્સો એક્ટના ભંગ બદલ તથા પોતાની તરુણ વયની પુત્રી પર બળાત્કાર ગુજારવા બદલ ફરિયાદ કરી હતી. જેથી લિંબાયત પોલીસે પોકસો એક્ટના ભંગ બદલ આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
સુરત: સંબંધીએ જ 15 વર્ષિય તરૂણીને ગર્ભવતી બનાવી, ભાંડો ફૂટ્યો તો માતા-પિતા પણ ચોંકી ગયા
આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પુરાવા તથા ફરિયાદ પક્ષે એપીપી કિશોર રેવાલીયાની રજુઆતોને માન્ય રાખી આરોપી બંટી રાજપૂતને તમામ ગુનામાં દોષી ઠેરવી 10 વર્ષની કેદ તથા દંડ ફટકારતો હુકમ કયો છે.