સુરતઃ ઉત્તરાયણમાં પતંગના કારણે એકનું મોત જ્યારે બે લોકોની હાલત ગંભીર

સુરતઃ ઉત્તરાયણમાં પતંગના કારણે એકનું મોત જ્યારે બે લોકોની હાલત ગંભીર
અકસ્માતગ્રસ્ત લોકોની તસવીર

લુમ્સના ખાતામાં લોખંડના સળિયાથી પતંગ પકડવા ગયેલો યુવાન હાઈટેન્શન લાઈનના  લૌકાળનો સળિયો અડી જતા કરંટથી ગંભીર રીતે સળગી ગયો હતો.

  • Share this:
સુરતઃ શહેરમાં ઉતરાયણની (Uttarayan celebration) ઉજવણીમાં ત્રણ ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં એક ઘટનામાં પતંગ પકડવાની લ્હાયમાં 10 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો. તો બહેનને મળવા જતા ભાઈને પતંગની દોરીથી ગળાના ભાગે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરત માં ઉતરાયણ પર્વની ઉજવણીમાં સુરતમાં ત્રણ ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં એક ઘટનાની વાત કરીએ તો સંગરામપુરા મેઇન રોડ પર નવનિર્મિત એક બિલ્ડીંગના ચોથા માળેથી 10 વર્ષનો બાળક નીચે પટકાતા 108મા સિવિલ લવાયો હતો. જેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.મૃતક અક્ષય રાજુભાઇ ભાગવત બુધવારના રોજ વતનથી સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. ત્રણ સંતાનોમાં અક્ષય મોટો દીકરો હોવાનું પિતાએ જણાવ્યું હતું. નવી બંધાતી બિલ્ડીગમાં માતા-પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.પિતાએ જણાવ્યું હતું કે, પતંગ પકડવાની લ્હાયમાં દીકરો ચોથા માળેથી નીચે પટકાયો હતો.

બીજી ઘટનામાં સુરતના પાંડેસરા જયવીર ઇન્ડસ્ટ્રયલ એસ્ટેટના એક લુમ્સના ખાતામાં લોખંડના સળિયાથી પતંગ પકડવા ગયેલો યુવાન હાઈટેન્શન લાઈનના  લૌકાળનો સળિયો અડી જતા કરંટથી ગંભીર રીતે સળગી ગયો હતો.

જોકે આ યુવાને તાતકાલિક રવાર માટે 108ની મદદથી સિવિલ લવાયો હતો. સુખધીર જેઠારામ મૂળ યુપીનો રહેવાસી અને બુધવારના રોજ વતનથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. જો એક મોટો ભાઈ વખરીનો સમાન લેવા ગયો હતો. એ દરમિયાન આ ઘટના બની હતી.

આ પણ વાંચોઃ-

જોકે મોત સામે ઝઝૂમી રહેલો સુખધીર દારૂના નશામાં પતંગ પકડવા ગયો હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં પણ આ ઘટનાની જાણ બાદ કારખાનાના માલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા જોકે ઇજાગ્રસ યુવાન ની  હાલ ગંભીર છે.

જયારે ત્રીજી ઘટનામાં સુરતના ડિંડોલી મિલેનિયમ પાર્કમાં રહેતો યુવક બારડોલી બહેનને મળવા જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક પટાંગની દોરી આવી જતા બાઇક પર સવાર અર્પિત સંજય અગ્રવાલને ગળાના ભાગે ગંભીર ઇજા પાવા પામી હતી જોકે આ યુવાને તાતકાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની તબિયત સ્થળ હોવાનું તબીબો જાણકારી આપી રહ્યા છે જોકે યુવાને 10થી 12 સેન્ટિમીટર ઊંડો અને 12 ટાંકા આવે તેવા ઘા હતો જોકે યુવાની સારવાર હાલમાં કરવામાં આવી છે આમ ઉત્તરાયણ ની માજા આ ;લોકો માટે સજા રૂપ બની હતી જોકે આવા અનેક ઘટના બની છે પણ સાતત્વર માત્ર ત્રણ ફરિયાદ નોંધાય છે.
Published by:ankit patel
First published:January 15, 2021, 16:12 pm