ટ્રાફિકના નિયમ બતાવતી પોલીસના વાહનો કંડમ હાલતમાં, તેમને દંડ કોણ ફટકારશે?

News18 Gujarati
Updated: December 4, 2019, 10:29 PM IST
ટ્રાફિકના નિયમ બતાવતી પોલીસના વાહનો કંડમ હાલતમાં, તેમને દંડ કોણ ફટકારશે?
પ્રતિકાત્મક તસવીર

50 કરતા વધુ ગાડીની પીયુસી નથી, જોકે લોકોને દંડ કરનારી પોલીસની ગાડીમાં કાયદાનું પાલન નથી કરવામાં આવતું પણ પોલીસની ગાડીને દંડ કરે કોણ

  • Share this:
નવો મોટર વેહિકલ એક્ટ આવ્યા બાદ પોલીસ લોકોના વહાણોપકડી ને દંડ કરે છે ત્યારે પોલીસ ના વાહનો કેટલો કાયદો પાળે છે અને તેમની હાલત કેવી છે તે જાણીને તમને નવાઈ લાગશે. કારણ કે ખુદ દિવા તળે અંધારું જેવી હાલત પોલીસની છે.

આમ તો પોલીસ કાયદાનો ભાગ બની લોકોને પકડી દંડની વસુલાત કરે છે અને જો ગાડી રોડ પર ચાલવાની હાલતમાં ન હોય તેને RTO મેમો ફટકારે છે અથવા વાહન જમા લઇ લેવામાં આવે છે, ત્યારે પોલીસના વાહનોને કોઈ દંડ કેમ નહિ આ સવાલ લોકોના મનમાં ઉઠે છે.

સુરત પોલીસમાં કુલ બાઈક અને ગાડી સાથે ભારે વાહનોની સંખ્યા છે 750, જેમાંથી 100 બાઈક અને 30 ગાડી કંડમ હાલતમાં સડી રહી છે, જે રસ્તા પર ચાલવા લાયક નથી. જયારે 50 ગાડી એવી છે કે જેની મર્યાદા પુરી થઇ ગઈ છે અથવા ફિટનેસ નથી. આ વાહનો ગાડીમાં બેસનારની સાથે રસ્તા પર જતા લોકો માટે જોખમી છે. તે ઉપરાંત સરકારી ગાડી ચલાવતા પહેલા ડાઇવરને ટ્રેનિંગ આપવામાં આવે છે, પણ અહીંયા તો આ સરકારી ગાડી ક્યાંતો હોમગાર્ડ ક્યાંતો ટીઆરબીના જવાન ચલાવે છે, જો આ ગાડીનો અક્સ્માત થાય તો જવાબદાર કોણ? શું આ સરકારી ગાડીમાં થર્ડ પાર્ટી વીમો છે? અનેક સરકારી ગાડીનો વીમો પૂરો થઇ ગયો છે અને મોટા ભાગના વાહનોનો વિમો આગામી 31 ડિસેંબરના રોજ પુરો થવાનો છે.

જોકે વિમો રીન્યું કરવા માટે સરકારને પ્રપોઝલ મોકલી આપવામાં આવ્યું છે, ખાસ કરીને સરકારી અને પોલીસની ગાડીમાં પીયુસી નથી આવતું તેનું કારણ છે કે ગાડી માત્ર 2 લાખ કિલોમીટર બાદ બદલી નાખવાની હોય છે, પણ કેટલી ગાડી 3 લાખ એટલે કે 4 વર્ષ થઈ ગયા છે, પણ નવી ગાડી નથી મળી, જેને લઈને આ ગાડીનો ઉપોયોગ કરવો પડે છે. આવી 50 કરતા વધુ ગાડીની પીયુસી નથી, જોકે લોકોને દંડ કરનારી પોલીસની ગાડીમાં કાયદાનું પાલન નથી કરવામાં આવતું પણ પોલીસની ગાડીને દંડ કરે કોણ તે સવાલ અહીંયા ઉભો થવા પામ્યો છે, ત્યારે પોલીસ સામાન્ય લોકોને ટ્રાફિકના નિયમ પળાવે છે, ત્યારે અહીંયા તો પોલીસ વિભાગમાં દિવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
First published: December 4, 2019, 10:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading