સુરત: 'તારા ભાઈને ભાગીદારીમાંથી હાંકી કાઢે', મજબૂર પરિણીત બહેનની કરૂણ કહાની, ભાગીદારે આચર્યું વારંવાર દુષ્કર્મ

સુરત: 'તારા ભાઈને ભાગીદારીમાંથી હાંકી કાઢે',  મજબૂર પરિણીત બહેનની કરૂણ કહાની, ભાગીદારે આચર્યું વારંવાર દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં આજે એક પરિણીતાનો એવો કરૂણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાઈને ભાગીદારીમાંથી છૂંટો કરી દેવાની ધમકી આપી બહેન સાથે કાપડ વેપારીએ વારંવાર આચર્યું દુષ્કર્મ

  • Share this:
સુરત : શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે, કોઈ હવસખોર ધાક ધમકી, તો કોઈ બ્લેક મેઈલ કરી અથવા લાલચ આપી યુવતીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ (Rape)ની ઘટનાને અંજામ આપી રહ્યા છે. સુરત (Surat)માં આજે એક પરિણીતા (Married woman)નો એવો કરૂણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાઈને ભાગીદારીમાંથી છૂંટો કરી દેવાની ધમકી આપી બહેનને બ્લેક મેઈલ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચવામાં આવ્યું છે.

લિંબાયત ગોડાદરા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતા ઉપર તેના ભાઈના કાપડ વેપારી ભાગીદારે બળાત્કાર કર્યો છે. ભાગીદારે પરિણીતાને તેના ભાઈને ધંધામાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી તેની ઍકલતા અને મજબુરીનો ફાયદો ઉઠાવી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો. આટલે જ વાત અટકી નહીં ભાગીદારના મિત્રએ પણ પરિણીતા સાથે શારીરીક અડપલા કર્યા હતા.ત્યારબાદ પરિણીતા તેના તાબે નહી થતા વેપારીઍ તેની સાથે કરેલા શારીરીક સંબંધોની વાત લોકોમાં કરી બદમાન કરી હતી. ત્રણ વર્ષ પહેલા બનેલા આ બનાવ અંગે આખરે પરિણીતાએ હિમ્મત કરી ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ વેપારી અને તેના મિત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુરત : વરાછામાં નાણાની લેતીદેતી મામલે ઍમ્બ્રોઈડરીના વેપારી ઉપર જીવલેણ હુમલો

સુરત : વરાછામાં નાણાની લેતીદેતી મામલે ઍમ્બ્રોઈડરીના વેપારી ઉપર જીવલેણ હુમલો

લિંબાયત પોલીસ (Limbayat Police) સુત્રોના જણાવ્યા મુજબ, ગોડાદરા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાનો ભાઈ ૨૦૧૭માં ભવાનીશંકર ભોજરાજ મહેશ્વરી (રહે, ભટાર) સાથે કાપડનો ધંધો કરતો હતો. તે દરમિયાન ભવાનીશંકર પરિણીતાના પરિચયમાં આવ્યો હતો. ભવાનીશંકરે પરિણીતા ઉપર દાનત બગાડી હતી, અને તેના ભાઈને કાપડના ધંધામાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી અવાર નવાર તેણીના ઘરે આવી બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો.

સુરતનો ચોંકાવનારો કિસ્સો, Lockdown , દરમિયાન મદદ લેવી પરિવારને ભારી પડી

સુરતનો ચોંકાવનારો કિસ્સો, Lockdown , દરમિયાન મદદ લેવી પરિવારને ભારી પડી

આટલેથી નરાધમ વેપારી ના અટક્યો, તેના મિત્રઍ પણ પરિણીતા સાથે શારીરીક અડપલા પણ કર્યા હતા. ત્યારબાદ પરિણીતા તેના તાબે નહી થતા ભવાનીશંકરે તેની સાથે બાંધેલા શારીરિક સંબંધો અંગે લોકોને વાત કરી પરિણીતા અને તેના પરિવારને બદનામ કરવાનું શરૂ કરી દીધુ હતું. આખરે પરિણીતાએ પોલીસને જાણ કરતા પોલીસે પરિણીતાની ફરિયાદ (Police complaint) લઈ ભવાનીશંકર અને તેના મિત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:October 18, 2020, 16:49 pm

ટૉપ ન્યૂઝ