સાવધાન! સુરતમાં પાંચ રૂપિયાની પતંગ પકડવાની લ્હાયમાં બાળકે બંને પગ ગુમાવ્યા


Updated: January 12, 2020, 6:31 PM IST
સાવધાન! સુરતમાં પાંચ રૂપિયાની પતંગ પકડવાની લ્હાયમાં બાળકે બંને પગ ગુમાવ્યા
ઘાયલ વિદ્યાર્થીની તસવીર

ઇમામ મિત્રો સાથે કપાયેલા પતંગ પકડવા માટે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે લાઈન પર પતંગ પકડવાની લ્હાયમાં આમ તેમ દોડતો હતો.

  • Share this:
સુરતઃ ઉત્તરાયણ (makar sankranti) આવતા અકસ્માતની (Accident) ઘટના સતત સામે આવી રહી છે. ત્યારે આજે રવિવારે  કપાયેલા પતંગ (kite) પકડવાની લ્હાયમાં રેલવે ટ્રેક (railway trak) પર ગયેલા ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી જતા ધોરણ-6માં અભ્યાસ કરતા બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં બંન્ને પગ કપાઈ ગયા હતા.

ઉત્તરાયણ આવતા અકસ્માતની ઘટના સતત વધી રહી છે કોઈ જગીયા પર પતગની દોરી તો કોઈ જગ્યાએ ઉપર પતગ પકડવા જતા અકસ્માત થાય છે. ત્યારે પતંગ પકડવા જતા બાળકે બંને પગ ગુમાવાનો વારો આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા ઈમામ ઈસ્લામ શેખ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પોલીસે બે દુલ્હન સહિત ત્રણ લોકોને પકડ્યા, કારણ જાણીને ઉડી જશે હોશ

ઇમામ મિત્રો સાથે કપાયેલા પતંગ પકડવા માટે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે લાઈન પર પતંગ પકડવાની લ્હાયમાં આમ તેમ દોડતો હતો. તે દરમિયાન ઈમામ ગુડ્ઝ ટ્રેનની અફડેફેટે આવી ગયો હતો. જેમાં ઈમામના પગ કપાઈ ગયાં હતાં.

આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે આ ગંભીર કલમ હેઠળ ગુનોં નોંધાશે

જોકે ઘટનાની જાણકારી તેના મીત્રોએ ઇમામના ઘરે આપતા ઘરના સભ્ય તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી આવીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર પડી હતી.આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમલગ્ન કરનાર પુત્રીનું પીયર પક્ષના લોકોએ જ કર્યું અપહરણ અને પછી...

જોકે હાલ આ બાળકની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવ્યુ છે જોકે ઇમામ ના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઈમામ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.
First published: January 12, 2020, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading