સુરત : તાપી નદીમાં મોતની છલાંગ લગાવનાર બિલ્ડરનો મૃતદેહ ત્રણ દિવસ પછી મળ્યો

News18 Gujarati
Updated: November 16, 2019, 8:59 PM IST
સુરત : તાપી નદીમાં મોતની છલાંગ લગાવનાર બિલ્ડરનો મૃતદેહ ત્રણ દિવસ પછી મળ્યો
પ્રતિકાત્મક તસવીર

આપઘાત પહેલા લખેલી સુસાઇટ નોટ પોલીસે કબજે લઈને તપાસ શરુ કરી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત ના મોટા વરાછાના સવજી કોરટ બીજ પરથી 3 દિવસ પહેલા શૈલેષ નામના બિલ્ડરે મોતની છલાંગ લગાવી હતી. જેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો. સવજી કોરાટ બ્રિજ પરથી કુદેલા શૈલેષનો મૃતદેહ તણાઈને કાપોદ્રા બ્રિજ પાસે પહોંચી ગયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા સતત શોધખોળ શરૂ રાખવાના કારણે મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો હતો. પાણીના વહેણમાં દૂર સુધી તણાઈને આવેલો મૃતદેહ કોહવાયેલી હાલતમાં હતો. આપઘાત પહેલા લખેલી સુસાઇટ નોટ પણ પોલીસે કબજે લઈને તપાસ શરુ કરી છે.

સુરતના મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ આ ઘટના જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપી હતી. જેને લઈને ફાયરનો કાફલો પહોંચી ગયો હતો અને આ યુવાનની શોધખોળ શરુ કરી હતી. જે ત્રણ દિવસ પછી તેનો મૃતદેહ મળ્યો હતો.તાપી નદીમાં મોતની છલાંગ મારનાર યુવાન શૈલેષભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા હતો અને તે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ યુવાન બિલ્ડરે થોડા મહિનાઓ અગાઉ પણ ઘરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે ઘરવાળાઓને ખબર પડી જતાં જે-તે સમયે તેમનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો - બોર્ડની પરીક્ષામાં 1.50 લાખ વિદ્યાર્થીઓના વાલીને પત્ર લખવાનો સુરત શિક્ષકોનો નવતર પ્રયોગ

મૂળ ભાવનગર ના વતની આ યુવાન પાસેથી પોલીસને એક સુસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં પોતે એકલો થઇ ગયો હોવાને કારણે આ પગલું ભર્યું છે તેવો ઉલ્લેખ છે. આના માટે પરિવારના કોઈ વ્યક્તિ જવાબદાર નથી. આ ઉપરાંત તેણે લખ્યું છે કે ઘરમાં એક લાલ ચોપડો રાખ્યો છે જેમાં તેમના લેતી-દેતી અને વીમાની સંપૂર્ણ વિગતો લખી હતી. આ ઉપરાંત સુસાઇડ-નોટમાં સગાં-સંબંધીઓના નંબર લખ્યા હતા અને આપઘાત મામલે પરિવારના કોઈ સભ્યને પરેશાન ન કરવા વિનંતી કરી છે.
First published: November 16, 2019, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading