સુરતઃ લાલગેટમાં IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા કાપડના વેપારી અને ભત્રીજા ઝડપાયા, ઍપ્લીકેશન દ્વારા રમાડતા હતા સટ્ટો

સુરતઃ લાલગેટમાં IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા કાપડના વેપારી અને ભત્રીજા ઝડપાયા, ઍપ્લીકેશન દ્વારા રમાડતા હતા સટ્ટો
પ્રતિકાત્મક તસવીર

ઘર નીચે બેસી મોબાઇલ ફોનમાં વેબસાઇટ દ્વારા દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીઍલની 20-20 મેચ ઉપર સટ્ટો રમતા હતા.

  • Share this:
સુરતઃ શહેરના લાલગેટ (lalgeat) કોળીવાડ મિર્ઝાસ્વામી હોલની સામે ઘર નીચે બેસી દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીઍલની મેચ ઉપર મોબાઇલ ફોનમાં ઍપ્લીકેશન દ્વારા સટ્ટો રમતા કાપડ વેપારી અને ભત્રીજાને ઝડપી પાડી રોકડા રૂ.7630 અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.13,630નો મુદ્દામાલ કબ્જે કરી તેમણે જેની પાસેથી લીંક, પાસવર્ડ મેળવ્યા હતા તેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

લાલગેટ પોલીસ  માણસો ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતા તે વખતે અગિયાર વાગ્યાના આરસામાં કોળીવાડ મિર્ઝાસ્વામી હોલની સામે ઘર નીચે બેસી મોબાઇલ ફોનમાં વેબસાઇટ દ્વારા દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીઍલની 20-20 મેચ ઉપર સટ્ટો રમતા કાપડ વેપારી ગફારભાઇ સત્તારભાઇ શેખ ( ઉ.વ.50, રહે.હમીદા મંઝીલ ઍપાર્ટમેન્ટ, કોળીવાડ, મિર્ઝાસ્વામી હોલની સામે લાલગેટ ) અને તેના ભત્રીજા મો.ઇમરાન અબ્દુલ અઝીઝ શેખ ( ઉ.વ.24, રહે. મદારીવાડ, વરીયાળી બજાર)ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી અગાઉ સટ્ટો રમતા જીતેલા રૂ.7630 અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.13630નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમને ઓનલાઇન સટ્ટો રમવા માટે લીંક, પાસવર્ડ મો.રાશીદ શેખે આપ્યા હતા. આઇપીઍલની મેચો દરમિયાન તે ભાવ આપતો હતો અને રાત્રે જે ફાઇનલ હિસાબ થાય તે બીજા દિવસે બંને તેને આપી દેતા હતા. લાલગેટ પોલીસે મો.રાશીદ શેખને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-કોડીનારમાં સગીરાને ઘેનની દવા પીવડાવી બનાવી હવસનો શિકાર, BJP નેતા સામે ફરિયાદ, મામા-નાની કરતા હતા મદદ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અડાજણ (Adajan) વિસ્તારમાંથી રાજસ્થાન રોયલ્સ - ચૈનાઇ સુપર કિંગ ચાલતી મેચપર મોબાઈલ ફોન (Mobile) દ્વારા હાર જીતનો જુગાર રમાડવામાં આવતા હોવાની હકીકતના આધારે પોલસીએ દરોડા પડી સટ્ટો રમાડતા બુકી સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. ત્યારે આ ગુનામાં એક વોન્ટેડ જાહર કરી વધુ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ-સુરતનો શરમજનક કિસ્સોઃ રાજસ્થાની વેપારીની પત્નીને ઘેનની દવા પીવડાવી સંબંધીએ કર્યું ગંદું કામ, ફોટો પાડી કરતો હતો બ્લેકમેઈલ

આ પણ વાંચોઃ-સુરતઃ ઉછીના લીધેલા રૂ.35,000 ચૂકવ્યા છતાં લેણદારે ટેમ્પો ચાલકને માર્યો છરો, જીવ બચાવવા ભાગેલા યુવકને ફિલ્મી સ્ટાઈલમાં ફરી માર્યા ઘા

કોરોના મહામારી વચ્ચે 20-20 ઇન્ડિયન પ્રીમીયમ લીક ક્રિકેટની શરૂઆત થઇ છે. ત્યારે આ ક્રિકેટ મેચ પર લોકો મોટા પ્રમાણમાં સટ્ટો રમતા હોય છે. ત્યારે ત્યારે આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવ માટે સુરત પોલીસ દ્વારા આવા બુકીને શોધી કાઢવાની કવાયત સુરત પોલીસે હાથ ધરી છે.સુરત પીસીબી પોલીસને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમાં આવેલ સ્ટાર બજારની બાજુમા, એક્વાકોરીડોર શોપીંગ સેન્ટર, ત્રીજો માળ, ઓયો ટાઉન હાઉસમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ -2020 કેટલાક ઈસમો મોબાઇ ફોન દ્વારા સટ્ટો રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા ત્યારે પોલીસને માજીદ મન્સુદ બુલા, મોહમદઝુબેર અબ્દુલમજીદ ભગાડ, મોહમદ જુનેદ મોતીવાલા અને અભિજીત બિષ્ણુભાઇ રોય નામના ઈઅમૉ 23 સપ્ટેમ્બરની 20 ટી 20 મેચ જે રાજસ્થાન રોયલ્સ - ચૈનાઇ સુપર કિંગ ટીમની ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જુગાર પોતાના અંગત લાભ સારૂ સટ્ટો રમાડતા હતા.
Published by:ankit patel
First published:October 15, 2020, 16:55 pm