વેપારીઓને પરિવારની ચિંતા છે. કમાવવાનું તો પછી પણ થઈ જશે, પરંતુ કોરોનાની ચપેટમાં આવશું તો પરિવાર હેરાન થઈ જશે. જેને પગલે અઠવાડીયું સ્વયંભૂ જડબેસલાક કરવાનું આયોજન છે. આમે વેપાર પણ નથી અને કારીગરો પણ ડરના માર્યા વતન તરફ હિજરત કરી રહ્યા છે.
સુરત : કોરોનાને લઈને લાંબા સમયથી સુરતનું કાપડ બજાર બંધ છે, ત્યારે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેવામાં અનલોક બાદ વેપારીઓએ કાપડ માર્કેટ તો ખોલ્યું પણ વેપાર ઓછો અને સંક્રમણ વધુ થવા લગતા હવે વેપારીઓમાં એક ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે વેપારી કરોડો રૂપિયાની ખોટ કરી ચૂકયા છે, તેવામાં વધુ ખોટ કરવા તૈયાર છે પણ જો કોરોનાની ચપેટમાં આવશે તો પોતાની સાથે પોરિવાર પણ હેરાન થાય તેવું છે, જેન લઈને કોરોનાની ચેન તોડવા માટે વેપારી આગામી એક અઠવાડિયું કાપડ માર્કેટ સયંભૂ, એકદમ જડબે સલાક બંધ કરવાનું આયોજન કરી રહ્યા છે.
કોરોના નામના વાઇરસને લઈને દેશ સાથે દુનિયા હેરાન પરેશાન છે, તેવામાં આ વાઇરસ ભારતમાં પ્રવેશ કરતાની સાથે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે 70 દિવસના લોકડાઉન અને સામે આવતા તહેવારને લઈને ભારતનું સૌથી મોટું કાપડ માર્કેટ બંધ કરવામાં આવ્યું હતું, જેન લઈને સુરત વેપારીઓને 23 હજાર કરોડનું નુકસાન વેઠવાનો વાો આવ્યો હતો.
70 દિવસ બાદ કાપડ માર્કેટ તો ખુલ્યા પણ કાપડ માર્કેટમાં કામ કરતા મોટા ભાગના વેપારીઓ અને શ્રમિકો રાજસ્થાન અને મધ્ય પ્રદેશના હોવાની પોતાના વતન જતા રહ્યા છે, જે આજ દિન સુધી નથી આવ્યા ત્યારે માત્ર 40 ટકા કાપડ માર્કેટ ખુલ્યા છે. જોકે ખુલતાની સાથે ડાયમંડ ઉધોગમાં જેમ કોરોના સંક્રમિતના કેસ વધ્યા હતા, તેમ કાપડ બજારમાં સંક્રમણ વધવાની સાથે વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ જવા પામ્યું છે.
આ મામલે તંત્ર દ્વારા વેપરીઓ સાથે મીટીંગ કરી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી, અને નિયમો નહીં પાળવામાં આવે તો કાપડ માર્કેટ બંધ કરવા સાથે સીલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તંત્ર દ્વારા બે દિવસ પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી હતી, પણ કેટલાક વેપારી દ્વારા પોતાના વેપારની ચિંતામાં રાજકારણનો સહારો લઈને માર્કેટ ખોલાવી તો નાખ્યું પણ સંક્રમણને લઈને વેપારી એસોસિયેશન આગામી એક અઠવાડિયા સુધી બંધ કરી સંક્રમણની ચેન તોડવા માટે તૈયારી કરી રહ્યા છે.
જોકે અન્ય વેપારીઓની વાત માનીએ તો, હાલમાં લોકડાઉનને લઈને કરોડો રૂપિયાનું નુકસાન છે, અને આગામી દિવસમાં આવનારા તહેવારને લઈને કોઈ ગ્રાહકી નથી. બહાર ગામથી ગ્રાહકો પણ નથી આવતા ત્યારે વેપારી માત્ર આવીને દુકાન ખોલીને બેસી રહીને સમય પસાર કરે છે. જોકે દુકાન ખોલતા આવક નથી અને ખર્ચ થઈ રહ્યો છે અને કારીગરના પગાર ચઢી રહ્યા છે.
" isDesktop="true" id="997271" >
હાલમાં કરોડો રૂપિયાના નુકસાન સામે વધુ નુકસાન વેઠવા માટે તૈયાર છે પણ જો કોરોના સંક્રમણમાં સપડાયા તો પોતાની સાથે પરિવાર પણ હેરાન થાય તેવું છે, જેથી સ્વયંભૂ દુકાનો બંધ રાખી પોતાના પરિવાર અને શહેરને કોરોનાના ભરડામાંથી બહાર કાઢવા આગળ આવશે.