સુરતના શખ્સે જોયેલા સંદિગ્ધ વ્યક્તિઓ આતંકીઓ નહીં પરંતુ અફઘાની વિદ્યાર્થીઓ હોવાનું ખુલ્યું

News18 Gujarati
Updated: August 20, 2019, 8:29 PM IST
સુરતના શખ્સે જોયેલા સંદિગ્ધ વ્યક્તિઓ આતંકીઓ નહીં પરંતુ અફઘાની વિદ્યાર્થીઓ હોવાનું ખુલ્યું
આઇબીએ બહાર પાડેલા શંકાસ્પદ આતંકવાદીનો સ્ક્રેચ

જાગૃત નાગરિકની બાતમી બાદ પોલીસે શકમંદ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યાની વાત બાદ પોલીસ દ્વારા એક સ્ક્રેચ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે એક જાગૃત યુવકે પોલીસને જાણ કરી હતી. અને નવસારી અને સુરત પોલીસ દોડતી થઇ હતી. યુવકની જાણકારીના આધારે પોલીસે શકમંદ યુવકોને અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે શકમંદ યુવકો અફઘાનિસ્તાનના છે અને કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવ્યા છે. જેથી પોલીસે તેમને છોડી મૂક્યા હતા.

સુરતના જાગૃત યુવકે સુરત રૂરલ પોલીસ કંટ્રોલને માહિતી આપતા જણાવ્યું હતું કે, હું બરોડાથી કાલે સરકારી બસમાં બેઠો હતો ત્યારે મારી બાજુમાં બે માણસો બેઠા હતા. જેમનો દેખાવ આજે એક ગુજરાતી સમાચાર પત્રમાં છપાયેલા આતંકવાદીના ફોટા જેવો હતો.  તેઓની દાઢીમૂછ ન હતી.

મેં તેઓની પૂછપરછ કરતા તેમણે અફઘાનિસ્તાનના હોવાનું જણાવ્યું હતું. તેઓ ટિકિટ લઇને નવસારી તરફ જઇ રહ્યા હતા. તેમની પાસે ઇન્ડિયન ચલણ ઓછું અને વિદેશી ચલણ વધારે હતું અને તેમની પાસે બ્લેક કલરની બેગ હતી, તેમની કાંડા ઘડિયાળ વિચિત્ર લાગતી હતી.



પોલીસેને માહિતી મળવાની સાથે જ સુરત રૂરલ પોલીસ અને નવસારી પોલીસ દોડતી થઇ હતી. સુરતથી નવસારી રોડ ઉપર મોટા પ્રમાણમાં ચેકિંગ શરૂ કરી દેવાયું હતું. આ યુવક વડોદરાથી નવસારી બસમાં સવાર હતા. સુરત અને નવસારી પોલીસે આ શંકાસ્પદ યુવકની તપાસ શરૂ કરી છે.

પૂછપરછમાં શું આવ્યું બહાર?મળતી માહિતી પ્રમાણે પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યા પ્રમાણે બંને શંકાસ્પદ યુવકો અફઘાનિસ્તાનના છે. અને તેઓ વડોદરા કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેમની પાસેના દસ્તાવેજો પ્રમાણે યુવકો અફઘાનિસ્તાના અને વિદ્યાર્થીઓ હોવાનું માલૂમ પડતા પોલીસે બંને યુવકોને છોડી મૂક્યા છે.
First published: August 20, 2019
વધુ વાંચો
अगली ख़बर