સુરત : વ્યાજખોરોનો આતંક, ટ્રાવેલ્સ સંચાલકે સરથાણાના ફાઇનાન્સર સામે કરી ફરિયાદ

સુરત : વ્યાજખોરોનો આતંક, ટ્રાવેલ્સ સંચાલકે સરથાણાના ફાઇનાન્સર સામે કરી ફરિયાદ
સરથાણા પોલીસ મથકની ફાઇલ તસવીર

મૂળ અમરેલીના વતની અને સરથાણામાં રહેતા ટ્રાવેલ્સ સંચાલકને વ્યાજના બદલામાં 133 ટકા જેટલી માતબર વસૂલાત કરવા માટે પ્રેશર કરવામાં આવતું હતું

  • Share this:
સુરત : રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ વડાએ લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હોવા છતાં વ્યાજખોરો બેફામ છે. સુરતમાં વ્યાજખોરોના આતંકની એક ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને વ્યાજે લીધેલા રૂ.45 હજારની સામે પેનલ્ટી સાથે રૂ.60 હજારની માંગણી કરી ફાઇનાન્સરે બે સાગરીતો મારફતે ધમકી આપતો હોય યુવાને આ અંગે સરથાણા પોલીસ મથકમાં ફાઇનાન્સર અને તેના બે સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સરથાણા પોલીસે ફાઇનાન્સરનાં એક સાગરીતની ધરપકડ કરી છે.

મૂળ અમરેલીનો વતની અને સુરતમાં સરથાણા પ્રમુખ પાર્ક સોસાયટી ઘર નં.133માં રહેતો 20 વર્ષીય પિયુષ દિનેશભાઈ તળાવીયા ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે.પિયુષે કાપોદ્રા રામરાજય સોસાયટીમાં રહેતા યુવાને કોરોના કાળ દરમિયાન પોતે હોમકોરન્ટાઇ થતા રૂપિયાની જરૂર પડતા વ્યાજનો ધંધો કરતા મુન્ના જોગરાણા પાસેથી રૂ.45 હજાર બે માસ માટે વ્યાજે લીધા હતા.આ પણ વાંચો :  સુરત : સાડીના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર, પ્રેમ પ્રકરણમાં જિંદગી ટૂંકાવી

જોકે, પિયુષે વ્યાજે લીધેલા રૂ.45 હજારની સામે પેનલ્ટી સાથે રૂ.60 હજારની માંગણી કરી ફાઇનાન્સર મુન્ના જોગરાણા તેના બે સાગરીતો ગોપી રાજપુત અને હીરલ ઉર્ફે હીરલો મારફતેરૂપિયાની ઉઘરાણી કરવા સાથે છેલ્લા એક માસથી ફોન કરી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ અંગે પિયુષે ગત 14 મી ના રોજ ત્રણેય વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સરથાણા પોલીસે ગતરોજ ફાઇનાન્સરના બે સાગરીત પૈકી એક ગોપાલ ઉર્ફે ગોપી અશોકભાઇ રાજપુત પોલીસે દાહરપક્ડ કરી હતી જોકે પકડાયેલ આરોપી ની પૂછપરછ માં વધુ વિગત મળે તે સાથે તેની સાથે સનદોવલે આરોપી ધોધ ખોડ પોલીસે શરુ કરી છે.

DGP એ વ્યાજ ખોરો સામે પણ લાલ આંખ કરી

રાજ્યમાં વ્યાજંકવાદનું દુષણ ડામવા પોલીસ પ્રયત્નશીલ છે. ત્યારે આજે ડીજીપી આશિષ ભાટીયાએ તમામ રેન્જ આજી, તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લાના એસપીને બેફામ બનેલા વ્યાજખોરો પર તૂટી પડવા આદેશ કર્યો છે. ડીજીપીએ એક પરિપત્ર પાઠવ્યો છે જેમાં મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

આ પણ વાંચો :  જૂનાગઢ : ઉલટી ગંગા, ઘર કંકાસમાં પત્નીએ પતિની ધોલાઇ કરી, સાસુને પણ માર્યો માર!
પોલીસવડાએ જણાવ્યું કે, રજિસ્ટ્રેશન વિના નાણાં ધીરવાની પ્રવૃત્તિ કરવી, નિયત દર કરતા વધુ વ્યાજે પૈસા ધીરવા, પૈસાની અવેજમાં મિલ્કત વસૂલવી, નાણાં વસૂલવા માટે દેણદાર ઉપર ત્રાસ ગુજારવો જે ઈપીકો કલમ 384, 387 હેઠળ ગુનો બને છે. વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યા બાદ સબંધિત જગ્યાઓએ તાત્કાલિક સર્ચ કરી આધાર પુરાવા મેળવવાની તાકીદ કરાઈ છે.

Published by:Jay Mishra
First published:November 01, 2020, 13:26 pm

ટૉપ ન્યૂઝ