Home /News /south-gujarat /સુરત : અસામાજિક તત્વો બેફામ! પિત્ઝાની દુકાનમાં તોડફોડ કરી, બનાવ CCTVમાં કેદ

સુરત : અસામાજિક તત્વો બેફામ! પિત્ઝાની દુકાનમાં તોડફોડ કરી, બનાવ CCTVમાં કેદ

આતંકનો વીડિયો સીસીટીવીમાં થયો કેદ

સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં લુખ્ખા તત્વોના આતંકની ત્રીજી ઘટના, જુઓ સીસીટીવી વીડિયોમાં આતંકનો ચિતારૉ

સુરત : સુરત શહેરમાં (Surat) છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોની દાદાગીરીએ માજા મૂકી છે. શહેરના વરાછા (Varachha) વિસ્તારમાં જાહેરમાં ચાકુબાજી અને આધેડને માર મારવાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એક વાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક લોકોએ નજીવી બાબતે પિત્ઝાની દુકાનમાં દાદાગીરી કરી અને મારામારી તેમજ તોડફોડને અંજામ આપ્યો હતો. જોકે, સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ ઘટનામાં સીસીટીવીના (CCTV Video) આધારે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે શહેરના સલાબતપુરામાં એક પિત્ઝા શોપ આવેલી છે. આ પિત્ઝા શોપમાં કેટલાક લોકો નાસ્તો કરવા માટે આવ્યા હતા. દરમિયાનમાં આ તત્વોએ નાસ્તો કરી લીધા બાદ તેમની પાસે દુકાનદારે પૈસા માગતા તે ઉશ્કેરાયા હતા અને ત્યારબાદ દુકાનદાર સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં તો આ તત્વોએ દુકાનદાર કઈ સમજે તે પહેલાં તોડફોડ કરવાની શરૂ કરી હતી.



જોકે, આતંકની સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. બનાવ બાદ દુકાનદાર ગભરાઈ ગયો હતો અને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે સલાબતપુરા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસને આ તત્વો પણ જલદી મળી જાય તેવી શક્યતા છે પરંતુ સુરતમાં દાખલારૂપ કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ પણ વાંચો : સુરત : SMCની લાલિયાવાડીના લીધે વરાછાના યુવકનું અકસ્માતમાં મોત, ઘટના CCTVમાં કેદ

વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો

વરાછાના વિસ્તારના સપન સોસાયટી નજીક સાંજના સમયે લોકો મોટી સંખ્યમાં પસાર થઈ રહ્યા હતા તયારે કેટલાક અસામાજિક તત્વો અહીંયા એક આધેડને જાહેરમાં માર મારતા હતા. જોકે પાંચથી છ જણાએ આ આધેડ ને જાહેરમાં છૂટાહાથની મારમારી કરતા જોવા મળ્યા હતા. હત જોકે એક જાગૃત નાગરિકે આ વીડિયો પોતાના મોબાઈલ માં કેદ કરી સોશયિલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : 'તું હજુ શું કામ જીવે છે, આપઘાત કરી લે,' આયેશા જેવો પતિના ત્રાસનો કિસ્સો



વરાછા વિસ્ત્તારમાં આવી ઘટના દિવસેને દિવસે સામાન્ય બની છે અને તેમાં પણ ઘનશ્યામ નગરમાં સૌથી વધુ આવી ઘટના બને છે. અહીંયા પહેલા લેડી ડોન ભુરીનો આંતક હતો. ત્યારે થોડા સાયથી અહીંયા બીજા અસામાજિક તત્તવોની બેફામ બન્યા છે. જોકે ગતરોજ રાત્રે અહીંયા અસામાજિક તત્વો દ્વારા એક યુવાને ચપ્પુના ઘા મારવાની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ વાઇરલ થયા હતા.
Published by:Jay Mishra
First published:

Tags: CCTV Video, Surat CCTV Video, Surat Crime, Surat Videos, Surat Viral videos, સુરત

विज्ञापन
विज्ञापन