Home /News /south-gujarat /

સુરત : કાળી મજૂરી કરી રોડ પર ઊંઘી ગયેલા મજૂર પર ટેમ્પો ફરી વળ્યો, ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત

સુરત : કાળી મજૂરી કરી રોડ પર ઊંઘી ગયેલા મજૂર પર ટેમ્પો ફરી વળ્યો, ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત

પ્રતિકાત્મક તસવીર

'ન જાણ્યુ જાનકીનાથે..' કાળિ મજૂરી કરીને રસ્તા પર ઊંઘી રહેલા એક ગરીબ પર કાળ બનીને ટેમ્પો ફરી વળ્યો, રૂવાંડા ઊભા કરી નાંખતી ઘટના

સુરત : 'ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું', આ કહેવત સુરતના એક અકસ્માતમાં સાર્થક થઈ છે. જ્યાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાળિમજૂરી કરીને રસ્તા પર ઊંઘી ગયેલા મજૂરને સ્વપ્નમાં જ કાળ ભરખી ગયો હતો. મજૂર બિચારો રોડ પર ઊંઘી રહ્યો હતો ત્યારે કાળમુખા ટેમ્પોના પૈડા તેની પર ચઢી જતા તેની જાંઘનો ભાગ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજી ગયું હતું. જ્યારે એક ટેમ્પો ચાલકની ઘોર બેદરકારીના કારણે મજૂરી કરી પેટિયું રળવા નીકળેલા એક નિર્દોષ ગરીબનો ભોગ લેવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પહોંચી ગયો હતો, એ પહેલાં એમ્બ્યુલન્સ પણ બોલાવાની પ્રક્રિયા કરાઈ હતી જોકે, મેડિકલ મદદ મળે તે પહેલાં એક લાચારનો દિવો ઓલવાઈ ગયો હતો.

આ ગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે સુરતના  ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે રાધાકૂષ્ણ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ગઈકાલે વહેલી સવારે છ વાગ્યે ટેમ્પો ચાલકે પુરઝડપે રિવર્સ લેતી વખતે રોડ ઉપર સુતેલા કારીગરના જાંધના ભાગે ટેમ્પો ચડાવી દેતા તેનું સ્થળ ઉપર જ કરુણમોત નિપજ્યું હતું. બમરોલી ગોવાલક રોડ રામનગર ખાતે રહેતા ટુકના ઉદયનાથ ગોડ ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ રાધાકુષ્ણ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા ખાતામાં મજુરીકામ કરે છે. ટુકના ગઈકાલે નાઈટમાં હતો અને ખાતાની બહાર જ રોડ ઉપર સુઈ ગયો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : પ્રતિકાર રેલીને Coronaના કારણે પોલીસની મંજૂરી નહીં, હાર્દિક પટેલની અટકાયત

દરમિયાન સવારે છ વાગ્યે ટેમ્પો ચાલકે આગળ પાછળ જોયા વગર પુરઝડપે રિવર્સ લેતી વખતે રોડ ઉપર સુતેલા ટુકના ગોડના જાંઘના ભાગે ચડાવી દીધો હતો. જાંઘનો ભાગ સાવ તુટી ગયો હતો અને વધુ પડતુ લોહી નિકળી જતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ કંટ્રોલ દ્વારા ખટોદરા પોલીસને જાણ કરવામા આવતા પીએસઆઈ જે.એચ.રાજપુત સ્થળ પર દોડી ગયા હતા. અને મૃતક ટુકના ગોડની લાશનું પી.એમ. માટે હોસ્પિટલમાં મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે,

આ પણ વાંચો :  ખેડૂતો માટે મોટા સમાચાર,સરકાર વધુ 6 ઉપજની ટેકાના ભાવે ખરીદી કરશે, નોંધણી-ખરીદીની તારીખો જાહેર

ઘટનાના પગલે મજૂરના પરિવારની શોધખોળ કરીને તેની જાણ કરવામાં આવી હતી. મજૂર બિચારો પેટિયું રળવા માટે નાઇટ શિફ્ટ કરીને રોડ પર ઊંઘી રહ્યો હતો તેવામાં તેના નસીબમાં મોત ત્રાટક્યો હતું. યમરાજ બનીને આવેલા ટેમ્પોએ તેને કચડી નાખતા મજૂરના પરિવારનો સહારો છિનવાઈ ગયો હતો.
Published by:Jay Mishra
First published:

Tags: Labour

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन