સુરત (Surat) શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા (Social Media) થકી 15 વર્ષય કિશોરીને (Teenager) પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. ગર્ભવતી કિશોરીને પેટમાં દુઃખતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જે મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસે સગીરા પર દુષ્કર્મ કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ કરી છે, જ્યારે ચોથા પ્રેમીની શોધખોળ કરી રહી છે. સગીરાનું તેના ચાર પ્રેમીઓએ (Four Youth Raped teenager) શોષણ કર્યું હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. અને હવે પ્રશ્નએ ઉભો થાય છે કે આ બાળક કોનું છે..જો કે આ મામલે ડીએનએ પરીક્ષણ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.
સુરતમાં એક વિચિત્ર અને ચર્ચાસ્પદ કિસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. કતારગામ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભિયાસ કરતી વિદ્યાર્થીને 22 વર્ષય યસ નામના યુવક એ સોશ્યલ મીડિયા થકી સંપર્ક કરી તેને તેની પ્રેમ જાળ માં ફસાવી હતી તેની સાથે મીઠી મીઠી વાતો કરી તેનો વિશ્વાસ કેળવીલીધો હતો. અને ત્યારબાદ તેને યશ કતારગામ વિસ્તારમાં વસ્તાદેવી રોડ પર આવેલા બાઇક પર બેસાડી તેના મિત્રના ઘરે લઈ ગયો હતો ત્યાં તેની સાથે પ્રેમની મીઠી મીઠી વાતોમાં ભોળાવી તેની સાથે તેણે તેની મરજી વિરૂદ્ધ બે વાર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો : સુરત : વરાછાના હીરા વેપારી સાથે વિચિત્ર ઠગાઈ, 17.27 લાખના હીરા લઈ ગઠિયો છૂમંતર, ચિલ્ડ્રન્સ બેંકની નોટ મળી આવી
સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી વિદ્યાર્થીનીએ કોઈને પણ જાણ ન કરી હતી. પરંતુ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કિશોરીને પેટમાં દુખાવો થયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં કિશોરીને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યુ કિશોરી ગર્ભવતી હોવાનું જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ભોગ બનનાર પરિવારે કતારગામ પોલીસ મથકનો સહારો લીધો જ્યાં કિશોરીની પૂછપરછ કરતા તેની સાથે આ દુષ્કર્મ યશ નામના વ્યક્તિ એ કર્યા હોવાનું કહ્યું હતું.
જો કે સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે યશ વિરૂદ્ધ પોસ્કો અને દુષ્કર્મ અપહરણની કલમ હેઠળ ગુંનો નોંધી ગણતરીના સમયમાં જ તેની ધરપકડ કરી હતી. જો કે ત્યારબાદ એક ચોકાવનારી હકીકત સામે આવી છે. કતારગામ પોલીસે પરિવારને સાથે રાખી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું, જેમાં પહેલા યશનું નામ આપ્યું હતું, ત્યારબાદ સગીરાએ ધીરજ નામના યુવકનું નામ આપ્યું આપ્યું હતું. ધીરજે લલચાવી-ફોસલાવી કુકર્મ કર્યું હોવાનું સગારીએ જણાવ્યું હતું,
આ પણ વાંચો : છોટાઉદેપુર : 'મારી ઘરવાળીએ દગો કર્યો, અવળા ઘંધા કરતી હતી, હું આત્મહત્યા કરું છું,' Video બનાવી યુવકે કર્યો આપઘાત
જેથી પોલીસે ધીરજ ચૌહાણની ધરપકડ કરી છે. સગીરાએ બે પ્રેમીએ દુષ્કર્મ આચર્યાનું જણાવ્યા બાદ વધુ બે યુવકોનાં નામ આપતાં પોલીસ ચોંકી ઊઠી હતી, જે પૈકી અજય નગરાળેની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ જાણવા પોલીસે તમામ આરોપીઓના ડીએનએ માટે સેમ્પલ લેવાની તૈયારી કરી રહી છે. ડીએનએ પરીક્ષણમાં સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ સ્પષ્ટ થઈ જશે.