સુરત :'ઓનલાઈન ક્લાસીસ મે કુછ સમજ નહી આતા Sorry, Bye-Bye,' કિશોર ઘરેથી ભાગી ગયો

સુરત :'ઓનલાઈન ક્લાસીસ મે કુછ સમજ નહી આતા Sorry, Bye-Bye,' કિશોર ઘરેથી ભાગી ગયો
પ્રતિકાત્મ તસવીર

'મમ્મી પાપા મેને આપકો બહુત હેરાન કિયા હે ઔર અબ મેં દૂર જા રહા હુ, યે ઓનલાઈન ક્લાસીસમે કુછ સમજ નહી આતા સોરી મેરી પરેશાની કે લિયે બાય બાય'

  • Share this:
ઓનલાઈન કલાસીસને લઈ અડાજણનો કિશોર ઘરેથી ચાલ્યો જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. જો કે કિશોરે લખેલી ચિઠ્ઠી ઘરમાંથી મળી આવી હતી. જેમાં મમ્મી પાપા મેને આપકો બહુત હેરાન કિયા હે ઔર અબ મે દુર જા રહા હુ યે ઓનલાઈન ક્લાસીસમે કુછ સમજ નહી આતા તેવી ચિઢ્ઢી લખી અડાજણનો કિશોર ઘરેથી નિકળી જતાં પરિવારે રાંદેર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપી હતી. બનાવ અંગે રાંદેર પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ

કોરોના કાળને લઈ શાળા કોલેજો બંધ છેન. જેને લઈને બાળકોના અભ્યાસ માટે ઓનલાઈન શિક્ષણ શરુ કરાયું છે. પરંતુ આ ઓનલાઈન શિક્ષણને લઈ આપઘાત અને બાળકોના ઘરેથી ચાલ્યા જવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ઓનલાઈન ક્લાસીસ મે કુછ સમજ નહી આતા સોરી મેરી પરેશાની કે લીયે બાય બાય કહી કિશોર ઘરેથી ભાગી ગયો હતો.



આ પણ વાંચો :  સુરત : મસાજ પાર્લરમાં યુવતીનું રહસ્યમય મોત, નશીલા પદાર્થનું સેવન કર્યુ હોવાની શંકા, ટીકડીઓ મળી

અડાજણ વિજયડેરીની પાસે આવેલા ગંગાજમના ઍપાર્ટમેન્ટમાં યોગેશ ઈન્દ્રવદન શાહ પરિવાર સાથે રહે છે. યોગેશ શાહને ૧૪ વર્ષીય પુત્ર સરલ છે. ગઈ કાલે બપોરે સરલ ઘરે ન હતો. પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન ઘરમાંથી સરલે લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી.

જેમાં સરલે માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે મમ્મી પાપા મેને આપકો બહુત હેરાન કિયા હે ઔર અબ મેં દૂર જા રહા હુ યે ઓનલાઈન ક્લાસીસમે કુછ સમજ નહી આતા સોરી મેરી પરેશાની કે લિયે બાય બાય તેમ લખ્યુ હતું.

આ પણ વાંચો :  સુરત : કૉંગ્રેસ નેતાની બર્થ ડે પાર્ટીનો વીડિયો Viral, જાહેરમાં કેક કાપી જાહેરનામાનો 'કૂકડો' બોલાવ્યો

જેથી પરિવારમાં ચિંતામાં મુકાયો હતો અને તેની શોધખોળ શરુ રાખી હતી. દરમિયાન ઍપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા તે સાયકલ હંકારી લઈ જતો દેખાઈ છે. પરિવારે રાંદેર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ આપી છે. બનાવ અંગે રાંદેર પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ કે.બી.દેસાઈ કરી રહ્યા છે.
Published by:Jay Mishra
First published:January 19, 2021, 22:01 pm

ટૉપ ન્યૂઝ