સુરત : ઊંઘમાં સુતેલા મિત્રના માથે બોથડ પદાર્થ ઝીંકી કિશોરે કર્યુ ખૂન, હત્યાનું કારણ સાવ મામૂલી


Updated: April 4, 2020, 5:00 PM IST
સુરત : ઊંઘમાં સુતેલા મિત્રના માથે બોથડ પદાર્થ ઝીંકી કિશોરે કર્યુ ખૂન, હત્યાનું કારણ સાવ મામૂલી
હત્યા કરનાર કિશોર અગાઉ પણ કાયદાના સંઘર્ષમાં આવી ગયો હતો

ઘર છોડીને મિત્રની રૂમ પર રહેવા જતા રહેલા કિશોરે પોતાના મિત્રનું જ કાસળ કાઢી નાખ્યુ

  • Share this:
સુરત : સુરત (Surat)માં  લૉકડાઉનના સમયે પણ (Lockdown) હત્યા અને ગુનાઓની વણથંભી વણઝારનો સિલિસિલો યથાવત રહ્યો છે. શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક બેરોજગાર કિશોરને રૂમ પાર્ટરને કામ કરવાનું કહેતા આ બાબતે તકરાર થઈ હતી જેમાં તેણે પોતાના રૂમ પાર્ટનરનું ઉંઘમાં જ કાસળ કાઢી નાખ્યું. કાયદાના સંઘર્ષમાં અગાઉ આવી ચુકેલા કિશોરે તેના રૂમ મેટને લોખંડનો બોથડ પદાર્થ ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

કોરોના લઇને એક બાજુ લોકડાઉન છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તાર માં એક હત્યા ની ઘટના સામે આવી છે. અહીંયા લોકડાઉને લઇને વેપાર ઉધોગ બંધ છે ત્યારે દિપક નગરમાં એક મકાન માં સુમિત અને બ્રિજે રહે છે જોકે બ્રિજેનો એક મિત્ર જે લોકડાઉન હોવા ને લઇને  ક્રિકેટ રમતો હતો જેને લઇને પરિવારે 5 દિવસ પહેલા ઠપકો આપીને ઘરેથી કાઢી મૂક્યો હતો. જોકે અભિષેક યાદવ પોતાના મિત્ર બ્રિજેન સંપર્ક કર્યો હતો અને  તેના રૂમ પર રહેતો હતો.

આ પણ વાંચો :  Coronavirus : ઘાતક થઈ રહ્યો છે કોરોનાનો ચેપ, નવા દર્દીઓનાં મગજમાં લોહીની ગાંઠો જોવા મળી

જોકે કિશોરે રૂમમાં રહેવા રૂમના નાના કામ અને ખાવાના વાસણ ધોવા બાબતે અવાર નવાર કહેતો હતો અને એક વખત ઠપકો આપ્યો હતો જેને લઇને  કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોરને માઠું લાગી આવ્યુ હતું.

જોકે ગતરોજ સુમિત પંજાબી પોતાની રૂમ અસૂતેલો હતો ત્યારે આ  કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોરે લોંખડની મોટી પાઇપ લઇને જઈને સુમિતના માથાના ભાગે મારીને તેની હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ પણ વાંચો : જોકે સાંજે બ્રિજ રૂમ પર આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેને લઇને બ્રિજે પાંડેસરા પોલીસને ઘટનાની જાણકારી આપતા પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી જેમાં કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોરનું નામ સામે આવતા પોલીસે તેની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading