સુરત : સુરત શહેરમાંથી છ માસ પહેલાં ગુમ થયેલી એક કિશોરીને સુરતની સચિન પોલીસે બાતમીના આધારે અમદાવાદમાંથી શોધી કાઢી છે. આ કિશોરીને માસ પહેલાં અમદાવાદમાં 70 હજાર રૂપિયામાં વેચી દેવામાં આવી હોવાના કૌભાંડનો પણ આ સાથે પર્દાફાશ થયો છે. સચિન પોલીસે શોધી કાઢેલી કિશોરી અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારમાં ગોંધી રખાઈ હતી. પોલીસે કિશોરીને કથિત રીતે ખરદીનાર શખ્સની પણ ધરપકડ કરી છે. પોલીસે કિશોરીને છોડાવી અને હરીશ શસોલંકી નામના શખ્શને ઝડપી પાડ્યો છે.
દુષ્કર્મ થયુ હોવાનો ખુલાસો
સુરતની આ કિશોરી સાથે અમદાવાદના હરીશ નામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો ખુલાસો થયો છે. જોકે, પોલીસે ધરપકડ કરેલા શખ્સની પૂછપરછ કર્યા બાદ વધારે ખુલાસો થશે પરંતુ આ એક મોટા નેટવર્ક પર પોલીસે તરાપ મારી છે. કિશોરીઓ અને ગુમ યુવતીઓને શોધવામમાં ડિટેક્શન કડી રૂપ સાબિત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : તીડનો તરખાટ : ખેડૂતો સાવધાન! પવનની દિશા બદલાતા તીડના હુમલાનો ખતરો યથાવત
છ માસ સુધી દુષ્કર્મ થયુ હોવાનો ખુલાસો
પોલીસે કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે પરંતુ વધારે પૂછપરછ બાદ મોટો ઘટસ્ફોટ થશે. કિશોરીએ પોલીસને આપેલી કેફિયત મુજબ સતત છ માસ સુધી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ થયું છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે કોઈ મહિલાએ તેને અમદાવાદમાં વેચી નાંખી હતી.
આ પણ વાંચો : રેકોર્ડબ્રેક ઠંડી : નલિયા 3.6, ડિસા 6.8, માઉન્ટ આબુના ગુરૂ શિખર પર -3 ડિગ્રી તાપમાન
હ્યુમન ટ્રાફિકીંગની આશંકા
પોલીસને આ મામલે હ્યુમન ટ્રાફિકીંગની આશંકા જણાઈ રહી છે. કિશોરીએ જે પ્રમાણે કેફિયત આપી છે તેને જોતા આ કેસના માધ્યમથી યુવતીઓ અને કિશોરીઓને વેચી મારવાના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. જોકે, પોલીસે હજુ સુધી આ કેસમાં સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.