સુરત : USથી લગ્નમાં આવેલી કિશોરીનો ચોંકવાનારો કિસ્સો, Valentine Dayના દિવસે જ થઈ ગુમ


Updated: February 15, 2020, 11:05 AM IST
સુરત :  USથી લગ્નમાં આવેલી કિશોરીનો ચોંકવાનારો કિસ્સો, Valentine Dayના દિવસે જ થઈ ગુમ
પ્રતિકાત્મક તસવીર

પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોરી અમેરિકાથી સોસિયલ મીડિયાના માધ્યમથી સુરતના કોઈ વિધર્મી યુવકના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ

  • Share this:
સુરત : અમેરિકાથી આવેલી એનઆરઆઇ તરૂણી પિતરાઈ ભાઈના લગ્ન પહેલાંના દાંડીયા-રાસના કાર્યક્રમમાંથી પરિવાર સાથે પરત આવ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતા પોલીસ અને પરિજનો દોડતા થઇ ગયા છે. જોકે, વેલેન્ટાઈન ના આગલે દિવસે બનેલી ઘટનાને લઇને કોઈ યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ ચોંકાવનારા કિસ્સાએ સમગ્ર પરિવારને ચિંતામાં મૂકી દીધું છે ત્યારે તરૂણી સોસિયલ મીડિયાથી કોઈ વિધર્મી યુવકના સંપર્કમાં આવી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.

બનાવની વિગત એવી છે કે સુરતનાં વરાછા ખાતે રહેતા અને હાલમાંઅમેરિકાના ન્યૂજર્સી ખાતે પરિવાર સાથે સ્થાયી થયેલ પરિવાર  સુરત ખાતે રહેતા પોતાના પિતરાઈનાં લગ્ન હોવાથી લઇને થોડા દિવસ પહેલાં અમેરિકાથી સુરત ખાતે આવ્યો હતો.

ડાંડિયા રાસમાંથી પરત આવ્યા બાદ કિશોરી ગુમ થઈ ગઈ

જોકે આ પરિવાર માં 16 વર્ષીય પુત્રી પણ લગન પ્રસંગ માં હજારી આપવા આવી હતી. પિતરાઈ ભાઈના લગ્ન પહેલાં  પરિવાર સાથે સરથાણા જકાતનાકા વિસ્તારમાં દાંડીયા-રાસનો કાર્યક્રમ હોવાથી ગયા હતા. જયાંથી રાત્રે દોઢ વાગ્યે પરત આવ્યા બાદ તમામ સુઇ ગયા હતા અને આજે સવારે લગ્નમાં જવાનું હોવાથી વ્હેલા ઉઠી ગયા હતા. પરંતુ તેમની 16 વર્ષની પુત્રી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી.

આ પણ વાંચો :  LRD વિવાદ : અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર સામે અચનાક બાયો કેમ ચઢાવી?

વૉટ્સઅપ કોલ કર્યો પણ ફોન બંધ હતોજેથી તુરંત જ પરિવારે  પુત્રી મોબાઇલ પર વોટ્સ અપ કોલ કર્યો હતો પરંતુ ફોન બંધ હોવાથી કોલ લાગ્યો ન્હોતો. જેથી સ્થાનિક વિસ્તાર ઉપરાંત સગાસંબંધી અને મિત્ર વર્તુળ ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર શોધખોળ કરી હતી પરંતુ કિશોરીનો કયાંય પતો મળ્યો ન્હોતો. જેથી છેવટે આ અંગે કિશોરીનું સંભવત અપહરણ થયું હોવાની આશંકા સાથે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :   ટ્રમ્પની મુલાકાત : અમદાવાદના આ રસ્તાઓ ટ્રમ્પ માર્ગ તરીકે ઓળખાય તો નવાઈ નહીં

સોસિયલ મીડિયાથી કોઈ વિધર્મી યુવકના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ

ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોરી  છેલ્લા કેટલાક સમયથી સોસિયલ મિડીયાના માધ્યમથી સુરતના એક વિધર્મી યુવાન સાથે સંર્પકમાં હતી અને તેઓ વચ્ચે પ્રેમસંબંધ હોવાની આશંકાથી તેઓ પ્રેમના પ્રતિક ગણાતા વેલેન્ટાઇન ડે ના દિવસે ભાગી ગયા હોવાની શકયતાના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर