સુરત : Tiktok બનાવતા કિશોરીને પ્રેમ થયો, યુવકે લગ્નની લાલચે ભગાડી ચાલુ બસે દુષ્કર્મ આચર્યુ

સુરત : Tiktok બનાવતા કિશોરીને પ્રેમ થયો, યુવકે લગ્નની લાલચે ભગાડી ચાલુ બસે દુષ્કર્મ આચર્યુ
પ્રતિકાત્મક તસવીર

સભોલીનો ચેતવણીરૂપ કિસ્સો, 12માં ધોરણમાં ભણતી કિશોરીને ફોસલાવીને 21 વર્ષનો યુવાન લગ્નનની લાલચ આપી લઈ ગયો હતો

  • Share this:
સુરતમાં (surat) છેલ્લા લાંબા સમયથી કિશોરીને (Minor girl) પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી જવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે પ્રતિબંધ લાગ્યો તે પહેલાંની ટિક્ટોક એપમાં વીડિયો (Tiktok) બનાવતા એક યુવનાના પ્રેમ પડેલ કિશોરીને યુવાન લગ્ન ની લાલચ આપીને ભગાડી ગયા બાદ બસમાં જતા સમયે તેની સાથે દુષ્કર્મ (Girl raped in bus) આચરવામાં આવ્યુ હતું જોકે. આ યુવાને તેના મિત્રે ફોન કરતા મિત્રએ પોલીસને જાણકારી આપી દેતા આ યુવાનની પોલીસે (Arrested by Police ધરપકડ કરી હતી.

સ્કૂલમાં ભણતી કિશોરીઓને સરળતાથી લલચાવી, ફોસલવી અને લગ્નની લાલચ આપી ભગાડી જવાના કેસોમાં સુરત માં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી એક ઘટના પ્રકાશમાં  આવી છે. સુરતના સભોલી (Sabholi surat) વિસ્તારમાં રહેતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી કિશોરી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવાન સાથે ટિકટોકનાં વીડિયો (Tiktok videos) બનાવતી હતી. વીડિયો બનાવતાં બનાવતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.આ પણ વાંચો :  સુરત : આર્થિક ભીંસથી કંટાળેલો રત્નકલાકાર આપઘાત કરવા પૂલ પર ચઢ્યો, સ્થાનિકોએ જીવ બચાવ્યો

રિલેશનમાં આવ્યા ને માત્ર 1 જ મહિનો થયો હતો ત્યાં જ યુવકે કિશોરીને લગ્ન માટેનું દબાણ કરવાનું શરૂ કર્યું હતું.  યુવકની વાતોમાં આવીને કિશોરી લગ્ન માટે તૈયાર થઈ ગઈ અને ઘરેથી યુવક સાથે ભાગી ગઈ હતી. યુવક કિશોરીને મહારાષ્ટ્ર પોતાના સંબંધીને ત્યાં લઈ જતો હતો. પણ રસ્તામાં જ યુવકે પોતાની હવસનો શિકાર કરી આ કિશોરીને મહારાષ્ટ્ર જતાં ચાલુ બસ માં દુષ્કર્મ આચર્યુ હતું.

આ પણ વાંચો :  સુરત : મંત્રી કાનાણીના દીકરાના કારસ્તાનનો ઑડિયો Viral, મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી

યુવક કિશોરીને લઈ મહારાષ્ટ્ર પોતાના સંબંધીને ત્યાં ગયો હતો. જો કે, કિશોરી સગીર હોવાથી સગાસંબંધીઓએ તેને ત્યાં રાખવાની ના પાડી દીધી હતી. હવે સગાસંબંધીઓએ પણ ના પાડી દેતાં યુવક કિશોરીને લઈને અલગ-અલગ જગ્યાઓએ ફરતો રહેતો હતો. અને આ સમય દરમિયાન તેણે અનેકવાર કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પણ પૈસા ખતમ થઈ જતાં યુવક સામે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી  મુશ્કેલી સામે દેખાતાં જ યુવકે પોતાના મિત્રને મદદ માટે ફોન કર્યો હતો. જો કે, તેના મિત્રને ખબર હતી કે, યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જેને કારણે તેણે આ મામલે પોલીસને જાણ કરી દીધી હતી. જે બાદ પોલીસ મહારાષ્ટ્ર પહોંચીને યુવક અને કિશોરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે યુવક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:July 11, 2020, 13:50 pm

ટૉપ ન્યૂઝ