સુરત: શહેરના (Surat) કાપોદ્રા વિસ્તારમાં રહેતા પરિવારમાં પોતાના વતનમાં જમવાની વ્યવસ્થા કરી આપ્યા બાદ ઘરે જમવા આવતો હતો. તે દરમિયાન ઘરમાં રહેતી 17 વર્ષીય કિશોરી (teenage girl in Surat) સાથે આંખ મળી જતાં તેને ભગાડી જવાની ઘટના સામે આવી હતી. જોકે પરિવારમાંથી કિશોરી ગુમ થયા બાદ જમવા આવતો યુવક પણ ઘરે આવવાનું બંધ કરતા યુવક કિશોરીનું અપહરણ કરી લઈ ગયા હોવાની વિગતો સામે આવી હતી. પરિવારે યુવક અને યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા, યુવકે શરીર સંબંધ બાંધ્યાની વાત સામે આવી હતી. જે બાદ લગ્નનો ઇનકાર કરતાં પરિવારે આ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં સતત કિશોરીઓને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઇન્કાર કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવાર રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં પત્ની અને બે સંતાન હતા. તેમાં 17 વર્ષની દીકરી મોટી હતી. પોતાના વતનનો બુધાભાઈ માલુભાઈ ગોહિલ સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. ત્યારે પોતાના વતનનો હોવાને લઇને આ પરિવારે આ યુવકને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી.
આ યુવક પોતાના ઘરે જમવા આવતો હતો ત્યારે પોતાના જ પરિવારની 17 વર્ષની દીકરી સાથે આ યુવકની આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, 29 માર્ચના રોજ આ યુવાન આ પરિવારની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી અમદાવાદ ખાતે લઇ ગયો હતો. જ્યાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એક બાજુ કિશોરી ગુમ થઈ હતી. ત્યારે આ યુવક અને યુવતીના ઘરે જમવા આવવાનું બંધ કરી દીધું હતું. જે બાદ યુવતીનું અપહરણ કરીને લઈ ગયા હોવાનો ઘટસ્ફોટ પરિવારમાં થયો હતો.
યુવતીએ પરત ફરી સમગ્ર ઘટના પરિવારને કહેતા જ પરિવારના યુવક અને યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા યુવક યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી દેતા યુવતીઓના પરીવારે યુવક સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો. જેને લઇ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર