Home /News /south-gujarat /

સુરતની તરૂણી સાથે પહેલા મિત્રતા કેળવી કપલ બોક્સમાં શરીરસંબંધ બાંધી વીડિયો બનાવ્યો, અન્ય મિત્રએ કર્યો વાયરલ

સુરતની તરૂણી સાથે પહેલા મિત્રતા કેળવી કપલ બોક્સમાં શરીરસંબંધ બાંધી વીડિયો બનાવ્યો, અન્ય મિત્રએ કર્યો વાયરલ

પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી છે.

Surat News: કિશોરી વિડીયો વાઇરલ થતા સમગ્ર ઘટના સામે આવી, કિશોરીના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી છે.

સુરત: શહેરની તરુણી (Surat teenage girl) સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા (Instagram friends) કરી કપલ બોકસમાં શરીર સંબંધ (physical relation) બાંધી વિડીયો બનાવી વાયરલ (viral video) કરવાની ઘટના સામે આવી છે. પોલીસે તરુણીના મિત્ર, વિડીયો વાયરલ અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનારની ધરપકડ કરી છે.

કાફેના કપલ બોક્સમાં બાંધ્યો શરીર સંબંધ

સુરતની 16 વર્ષની તરૂણી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણાના હાર્ટ ટુ હાર્ટ કાફેના કપલ બોકસમાં શરીરસંબંધ બાંધી વીડિયો બનાવી લીધો હતો. તે વીડિયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પણ તેણે નહી સ્વીકારતા વીડિયો વાયરલ કરી દીધો હતો.

સિંગણપોર વિસ્તારમાં રહેતા અને વરાછા ખાતે રતકલાકાર તરીકે કામ કરતા યુવાનની પુત્રી સાથે આ ઘટના બનવા પામી છે. શનિવારના રોજ પિતાને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી કહ્યું હતું કે, તમારી દીકરીનો વીડિયો મોકલું છું, તે જોવાય તેવો નથી, તમારી પત્નીને જોવા આપશો. મિત્રએ મોકલેલો વીડિયો માતાએ જોતા તેમાં પુત્રી નગ્નાવસ્થામાં કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી.

ઇન્સ્ટાગ્રામમાંથી મિત્ર બન્યા 

છોકરા વિશે પૂછતા તેણે જણાવ્યુ હતુ કે, બે વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા સચીન કુકડીયા હોવાનું જણાવ્યું હતું. આ યુવકે તરુણીને પહેલા બહેન બનાવી હતી. અને તેને મળવા બોલાવતા બંને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા. જ્યાંથી યુવક તેને સરથાણા જકાતનાકા સ્થિત અવધ વાઇસરોયના ધ હાર્ટ ટુ હાર્ટ કાફેમાં કપલ બોક્સમાં લઇ જઈને તરુણી સાથે બળજબરી પૂર્વક લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ચોરી છૂપીથી વીડિયો પણ બનાવી દીધો હતો.

આ પણ વાંચો - સુરત: યુવકને ઢોર માર મારવાના કેસમાં 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આદેશ

અન્ય મિત્રએ વીડિયો વાયરલ કરી દીધો

જોકે તરુણીએ ખોટું થયું તેમ કહેતા, યુવકે કહ્યુ હતુ કે, ગભરાવાની જરૂર નથી મેં ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો છે તેવું જણાવ્યું હતું. આ ઘટના બાદ યુવકના અન્ય એક મિત્રએ ફ્રેન્ડ બનવા માટે દબાણ કરતા તરુણીએ ઇનકાર કર્યો હતો જેથી તેનો વીડિયો વાયરલ કરી દીધો હતો. તે મળતા તેના પિતાએ જાણ કરી હતી.

આ પણ વાંચો - 'હું નિર્દોષ છું': સુરતમાં બાળકી પર રેપ-હત્યા કેસમાં આજીવન કેદની સજા સાંભળીને આરોપીએ જજ તરફ ફેંક્યું ચંપલ

એસીપી સરથાણા પોલીસ સ્ટેશના અભિજય પરમારે જણાવ્યા પ્રમાણે, બનાવ સંદર્ભે પોલીસે તરુણીના મિત્ર સચીન ભરતભાઇ કુકડીયા, કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર કિશન રામજીભાઇ ડાભી અને અને વીડિયો વાયરલ કરનાર મિત્ર વૈભવ અશોકભાઇ બગદરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: CYBER CRIME, ગુજરાત, ગુનો, સુરત

આગામી સમાચાર