સુરત: શહેરના (Surat News) વરાછા વિસ્તારમાં એક અજબ પ્રેમની ગજબ કહાની સામે આવતાં પરિવાર સાથે પોલીસ પણ ચોંકી ગઇ છે. 17 વર્ષની કિશોરી 14 વર્ષના કિશોરને ભગાડી ગઇ હતી. જે બાદ તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. જે અંગેની ફરિયાદ બાદ પોલીસે તરુણની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ સાથેની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રેમ આંધળો હોય છે તે કહેવત તો તમે બધાએ સાંભળી હશે પણ સુરતના એક અજબ પ્રેમની ગજબ કહાની સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી પરિવાર સાથે રહેતી હતી. તે ગુમ થઈ ગઈ હતી. તે સમયે તેના પિતાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 5મી તારીખે કિશોરી જાતે જ ઘરે પરત આવી હતી. તે સમયે પરિવારજનોએ તેની પૂછપરછ કરી હતી.
પોલીસે પણ તેનું નિવેદન લીધું હતું. કિશોરીનું નિવેદન લેતાની સાથે જ પોલીસ સાથે તેનો પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો. કારણ કે, 17 વર્ષની કિશોરી ફૂટપાથ પર રહેતા 14 વર્ષના કિશોરને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગઈ હતી અને આ તરૂણ સાથે કિશોરીએ શરીર સંબંધ પણ બાંધ્યો હતો. જેને લઇને ભોગ બનનાર તરૂણની ફરિયાદ લેવાની જગ્યા પર પોલીસે કિશોરીની ફરિયાદ લઇ તરૂણની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે મેડિકલ ચેકઅપ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.
શરૂઆતમાં તરૂણીના પિતાએ કિશોર વિરુદ્ધ અપહરણની કલમ સાથે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તરૂણીના નિવેદન બાદ હવે તેમાં બળાત્કાર અને પોક્સો એકટ હેઠળની કલમો પણ ઉમેરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર