Video: સુરતમાં ધન્વંતરી રથ સાથે કામ કરતા શિક્ષકે જાગૃતિ ફેલાવવા ગાયું ગીત, સોશિયલ મીડિયા ઉપર મચાવી ધમાલ


Updated: August 1, 2020, 9:38 PM IST
Video: સુરતમાં ધન્વંતરી રથ સાથે કામ કરતા શિક્ષકે જાગૃતિ ફેલાવવા ગાયું ગીત, સોશિયલ મીડિયા ઉપર મચાવી ધમાલ
વાયરલ વીડિયોની તસવીર

દિપકભાઈ ચૌધરી સુરતના પર્વત પાટિયા ખાતે ફરજ ધન્વંતરી રથની સાથે સર્વેલન્સની કામગીરી દરમિયાન ગીત ગાતા નજરે પડ્યાં હતાં. જેમણે તેમણે ગાયું હતું કે, "માનો પ્યારે મોદીજી કા યે કેહના, યે કોરોના હૈ, આસાની સે જાયે ના.."

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) વધી રહેલા કોરોના (corona) કેસને લઈને લોકોને જાગૃત કરવા માટે ધનવંતરી રથ (Dhanvantari Rath) સુરત અલગ અલગ વિસ્તરમાં ફેરવામાં આવે છે ત્યારે સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના (Town Primary Education Committee) એક શિક્ષક સર્વેલન્સ દરમિયાન લોકોને જાગૃત કરવા માટે ગાયેલું ગીત (song) સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) થયું છે. સાથો સાથ લોકોમાં તે પરંતુ ખૂબ જ લોકપ્રિય પણ બન્યું છે.  90ના દાયકાની ફિલ્મ 'મેને પ્યાર કિયાનું દિલ દીવાના બિન સજના કે માનેના' ગીત જે તે વખતે ખૂબ પ્રખ્યાત થયું હતું. જો કે, કોરોના સંક્રમણ વખતે સુરતના એક શિક્ષકે આ ગીત ગાઇને લોકોને કોરોનાથી બચવા માટેની વિનંતી કરી રહ્યાં છે. શિક્ષકની આ કામગીરીની લોકો પણ સરાહના કરી રહ્યાં છે.

સુરતમાં સતત કોરોના સક્રમણ વધી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને કોરોનાની જાણકારી મળે તે માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં ધન્વંતરી રથ ફેરવીને લોકોને જાગૃત કરવાની કામગીરી શરુ કરી છે. ત્યારે આ રથ પર સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોને હાલ ધન્વંતરી રથ પર કામગીરી સોંપવામાં આવી છે. જોકે લોકોને જાગૃતિ માટે એક શિક્ષક દ્વારા ગીત ગાવામાં આવ્યુ છે. અને આ ગીતનો વીડિયો એટલી હદે વાયરલ થયો છે કે લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

સુરતમાં રહેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવતા અને સુરતના  માનદરવાજાની સ્કૂલમાં ગણિત અને પર્યાવરણ વિષય ભણાવત દિપકભાઈ ચૌધરી સુરતના પર્વત પાટિયા ખાતે ફરજ ધન્વંતરી રથની સાથે સર્વેલન્સની કામગીરી દરમિયાન ગીત ગાતા નજરે પડ્યાં હતાં. જેમણે તેમણે ગાયું હતું કે, "માનો પ્યારે મોદીજી કા યે કેહના, યે કોરોના હૈ, આસાની સે જાયે ના.."

આ પણ વાંચોઃ-Online Studyની માથાકુટ! બાળકોના અભ્યાસ માટે માતાએ મંગળસૂત્ર ગિરવી રાખીને ખરીદ્યું TV

આ ગીતની ધૂન મેને પ્યાર કિયા ફિલ્મના ગીત દિલ દિવાના બીન સજના કે માને ના..ની પેરોડી હોવાથી લોકોને જૂના દિવસો પણ યાદ કરાવી રહ્યાં છે. લોકો કોરોના અંગે જાગૃત થાય તે હેતુથી તેઓએ તેઓના સાથી મિત્ર મહેશભાઈ લંકાપતિ સાથે મળી આ ગીત તૈયાર કર્યું છે. સુરતમાં કોરોનાની જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-મુસાફરી દરમિયાન વ્યક્તિનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, ચાલુ ટ્રેનમાં મચી દોડધામઆ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! કોરોના મહિલા દર્દીએ આપ્યો બાળકને જન્મ, સંક્રમિત થયા બાદ ભૂલી ગઈ હતી કે તે ગર્ભવતી છે

સર્વેલન્સની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે કોરોનાને લઈને લોકો જાગૃત થાય તે માટે અમે એક ગીત બનાવવાનું વિચાર્યું હતું અને આ ગીત અમે દરેક જગ્યાએ ગાઈને લોકોને જાગૃત કરી રહિયા છે  ગીત સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યું છે ત્યારે તેઓ ખુશ છે સાથે જ લોકોને અપીલ કરી છે કે, કોરોનાને લઈને લોકો જાગૃત થાય અને બેદરકારી ન રાખે તો ઝડપથી કોરોનાને હરાવી શકાશે.જોકે આ શિક્ષકની કામ ગીરીને લોકો બિરદાવી રહ્યા છે અને સાથે 90ના દાયકાનું આ ગીત જેતે સમયે લોકોમાં પ્રાયઃ હતું તેવામાં ફરીએ આ ગીત સામે આવતા લોકોને 90ના દાયકાની સાથે હાલમાં કોરોના આ ગીત લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.
Published by: ankit patel
First published: August 1, 2020, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading