કિર્તેશ પટેલ, સુરત : સુરત (Surat)ના રાંદેર સ્થિત પીપરડીવાલા સ્કૂલના 42 વર્ષીય કેમેસ્ટ્રીના શિક્ષકે (Teacher) 16 વર્ષીય ધો.11 સાયન્સની વિદ્યાર્થિનીની કારમાં છેડતી કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વિકૃત શિક્ષકે વિદ્યાર્થિનીને મોરાભાગળ ખાતે ઉતારી દેવાનું જણાવી પાલ ગૌરવપથ પર લઇ જઇ ચાલુ કારે છેડતી કરી હતી.
ઓલપાડમાં રહેતી 16 વર્ષની વિદ્યાર્થિની રાંદેર ખાતે આવેલી પીપરડીવાલા સ્કૂલમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરે છે. આ શાળામાં કેતન કાંતિલાલ સેલર નામનો શિક્ષક કેમેસ્ટ્ર્રી વિષય ભણાવે છે. સોમવારે સ્કૂલે છૂટ્યા બાદ કેતન સેલરે વિદ્યાર્થિનીને પોતાની કારમાં બેસી જવાનું કહી મોરાભાગળ ખાતે ઉતારી દેવાનું જણાવ્યું હતું. જોકે એકલતાનો ગેરલાભ ઉઠાવી વાસનાના ભૂખ્યા શિક્ષક કેતન સેલર મોરાભાગળને બદલે કાર પાલનપુર જકાતાનાકા થઇ પાલ ગૌરવપથ પર લઇ લીધી હતી અને ત્યાં કારમાં વિદ્યાર્થિનીના શરીરે અડપલાં કરી છેડતી કરી હતી.
હવસખોર શિક્ષકની કરતૂતથી વિદ્યાર્થિની હેબતાઇ ગઇ હતી અને આ મામલે પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારજનોએ રાંદેર પોલીસ મથકમાં નરાધમ શિક્ષક સામે છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર