Home /News /south-gujarat /

Tapi News: આદિવાસીઓના સખત વિરોધ બાદ તાપી પાર રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત

Tapi News: આદિવાસીઓના સખત વિરોધ બાદ તાપી પાર રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત

ગુજરાતના આદિવાસીઓ દ્વારા તાપી પાર રિવર લિંક યોજનાને લઇ સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો

ગુજરાતના આદિવાસીઓ દ્વારા તાપી પાર રિવર લિંક યોજનાને લઇ સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આખરે કેન્દ્ર દ્વારા તાપી પાર રિવર લિંક યોજના ગુજરાતમાં સ્થગિત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

    ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) કોંગ્રેસની (congress leaders) આગેવાનીમાં ત્રણ દિવસ અગાઉ આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ પ્રદર્શન પાર-તાપી લિંક યોજના (Par Tapi Narmada River Link Project) અંગે આદિવાસીઓનો વિરોધ (tribles protest) મુદ્દે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ ગાંધીનગર પહોંચ્યા હતા. હવે તાપી પાર રિવર લિંક યોજના મુદ્દે ખુબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન તથા ગજેન્દ્ર શેખાવત સાથે બેઠક બાદ તાપી પાર રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    નિર્મલા સીતારામન તથા ગજેન્દ્ર શેખાવત સાથે બેઠક બાદ આદિવાસીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, તાપી પાર રિવર લિંક યોજના મુદ્દે આદિવાસીઓ ગત ઘણા સમયથી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પાર્ટી પણ જોડાઇ હતી અને ગાંધીનગરમાં હોબાળો પણ કર્યો હતો.



    ગુજરાતના આદિવાસીઓ દ્વારા તાપી પાર રિવર લિંક યોજનાને લઇ સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આખરે કેન્દ્ર દ્વારા તાપી પાર રિવર લિંક યોજના ગુજરાતમાં સ્થગિત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો- આતંકવાદીઓએ સુરક્ષા દળોના કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યો, સર્ચ ઓપરેશન શરૂ

    ઉલ્લેખનિય છે કે, તાપી પાર રિવર લિંક યોજના કોંગ્રેસના સમયમાં અમલમાં આવી હતી અને આ યોજના માત્ર ગુજરાત પૂરતી જ ન હતી અને દેશના અન્ય રાજ્યો સાથે પણ સંકળાયેલી હતી.

    મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો આ વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસની આગેવાનીમાં એકઠા થયેલા આદિવાસીઓની કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કૂચ કરવા જતા પોલીસે અટકાયત કરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Tapi, Tapi river, તાપી

    આગામી સમાચાર