Surat crime news: કુટુંબી ભૂવાએ વિધિના બહાને મહિલાને બોલાવી, મહિલા ઉપર આચર્યું દુષ્કર્મ
Surat crime news: કુટુંબી ભૂવાએ વિધિના બહાને મહિલાને બોલાવી, મહિલા ઉપર આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
surat crime news: આ ભૂવાએ વિધિ માટે (tantrik vidhi) બોલાવી મહિલાનાં કપડા ઉતારવા લાગ્યો હતો. જોનો મહિલાએ વિરોધ કર્યો હતો. જેથી વિધિ અધૂરી રાખશે તો તારો પતિ મરી જશે તેમ ભૂવાએ કહ્યું હતું. ત્યાબાદ ભુવાએ મહિલા સાથે રેપ કરી નગ્ન ફોટો (woman photos) પણ પાડી લીધો હતો.
સુરતઃ સુરતના (surat news) સરથાણામાં એક આધેડ ભૂવાએ પરિણીતાને વિધિ (vidhi) કરવાના બહાને બળાત્કાર (woman rape) ગુજાર્યો હતો. જેથી આ મામલે મોડી રાત્રે ભુવા વિરુદ્ધ સરથાણા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. તેનો પતિ જમીન લે-વેચનું કામ કરે છે. તેને એક દીકરો અને એક દીકરી છે. પાંચેક વર્ષ પહેલા મહિલાનો પરિચય આરોપી મનજી ઉર્ફે મનસુખ માંડાણી સાથે થયો હતો. જે મહિલાનો કૌટુંબિક દિયરનાં કાકા સસરા થાય છે.
મહિલાના ઘરે આવી આરોપીએ પોતે ભુવો હોવાનું જણાવ્યું હતું. અને તેના પરિવારનો ગુરૂ બની ગયો હતો. મહિલા અને ભુવા વચ્ચે ગુરૂ-શિષ્યા જેવો સંબંધ હતો. ભુવાના ઘરે માતાજીનો ગઢ હોવાથી સેંકડો ભક્તો તેના ત્યાં દર્શન માટે આવતા હતા.
2016માં ભુવાએ મહિલા અને તેના પતિને જણાવ્યું હતું કે, તમારું મકાન નડતરરૂપ છે. તમે મકાન બદલી નાખો એવું કહેતા મહિલાએ ગુરૂની આજ્ઞા છે એવું માનીને ઘર બદલી નાખ્યું હતું. જેથી ફેબ્રુઆરી-2020માં ભુવાએ મહિલાને કહ્યું કે તારા પર વિધિ કરવી પડશે નહીં તો તારો પતિ અને સંતાન ગાંડા થઈ જશે.
જો કે આ ભૂવાએ વિધિ માટે બોલાવી મહિલાનાં કપડા ઉતારવા લાગ્યો હતો. જોનો મહિલાએ વિરોધ કર્યો હતો. જેથી વિધિ અધૂરી રાખશે તો તારો પતિ મરી જશે તેમ ભૂવાએ કહ્યું હતું. ત્યાબાદ ભુવાએ મહિલા સાથે રેપ કરી નગ્ન ફોટો પણ પાડી લીધો હતો.
તેણે ધમકી આપી હતી કે, જો આ વાત કોઇને કરીશ તો મોહિની વિદ્યાથી તારું અને તારા પતિનું ધનોત-પનોત કરી નાખીશ. ત્યાર બાદ તે ફોટોના આધારે મહિલાને બ્લેકમેલ કરી વારંવાર રેપ કરતો હતો. જેથી ભુવાના ત્રાસથી કંટાળી મહિલાએ ભૂવા વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ભુવાની શોધખોળ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર